Our Materials

ગુપ્તકાલીન ભારત

08:36 PM, 12-Nov-2018

ગુપ્તકાલીન ભારત

    પદ્ધતિ અને અભિગમ :- વોરેન હેસ્ટિંગ્સે ભારતીય ઈતિહાસમાં જુદાજુદા પાસાઓના અભ્યાસ, ભારતીય કાયદાઓ રીતરિવાજોના અભ્યાસને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી. સાર વિલિયમ જોન્સે 1784માં એશિયાંન્ટિક સોસાયટી ઑફ બંગાળની સ્થાપના કરી હતી. ફિરોજ તુઘલકે સૌ પ્રથમ અશોકના શિલાલેખોને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. ટોપરા, મેરઠ શિલાલેખોને દિલ્હી લાવ્યો હતો. નાગાર્જુની અને બારબર શિલાલેખોની ભાષા ગુપ્તાન ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ઈ.સ. 1834માં કેપ્ટન ટેલરે સમુદ્રગુપ્તના અલહાબાદના શિલાલેખને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. ઈ.સ. 1837માં W.H.Mill એ સફળતાપૂર્વક ભીતારીના સ્તંભ લેખને ઉકેલ્યો હતો.

   પૌરાણિક ભારતીય લેખોને બે ભાગમાં વહેચવામાં આવે છે.

(1)  સ્થાનિક લોકો કે સ્થાનિક માણસે પોતાના ઉપયોગ માટે લખેલા લેખો.

(2) રાજા અને રાજય પર લખાયલા લેખો (તેના બે ભાગ છે. )

(અ) પ્રશસ્તિ અને (બ) તામ્રશાસન.

    અલહાબાદનો સ્તંભાલેખ (સમુદ્રગુપ્તના)પ્રશસ્તિ કરતાં જુદા પ્રકારનો છે. અને પ્રશસ્તિઓ સામાન્યત: પ્રતિષ્ઠાના સમયે લખાય છે. પરંતુ તેમ છતાં અલાહાબાદ સ્તંભલેખને પ્રશસ્તિ કહેવામા આવે છે.

       તામ્રપત્ર રેકર્ડ એ જુદાજુદા પ્રકારની ગ્રાન્ટ –જેમાં વિદ્રાન બ્રાહ્મણો, રાજયાધિકારીઓ, અને અગત્યના ન્યાયિક અને ધાર્મિક નિવેદનો માટે વપરાય છે. તામ્રપત્રોના ત્રણ ભાગ-(1) આમુખ (2) નોટિફિકેશન (3) કનક્લુઝન પ્રીએમ્બલ. પાશસ્તિ અને તામ્રપત્રો રાજાઓના સમયકાળ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. કારણ કે તેમાં તેમના નામ લખેલા હોય છે. પ્રશસ્તિ અથવા પૂર્વાઓ એ ગુપ્તાઓના રાજકીય ઈતિહાસ માટે ખૂબ જ અગત્યના છે. ગુપ્તાની પ્રશસ્તિમાં “સમગ્ર પૃથ્વીનો રાજા” એમ આખા વિસ્તારને રાજાનો પ્રદેશ દેખાડાય છે. ચક્રવર્તીક્ષેત્ર એ હિમાલય થી દરિયા સુધી વિસ્તરેલું છે. એમ દર્શાવે છે. ગુપ્તા અને તેના સામંતોના શિલાલેખમાં સામાન્યત: ગુપ્તસવંતની તારીખ જોવા મળે છે.

    ઈ.સ.1783માં કલકત્તા પાસેના કાલીઘાટમાં સૌ પ્રથમ ગુપ્તકાળનો સિક્કો મળ્યો હતો. ગુપ્તશાસકોએ શરૂઆતના તબક્કામાં કુષાણ જેવા સિક્કા પ્રચલિત કર્યા હતા. પરંતુ પછીથી સંપૂર્ણ ભારતીયકરણ પામેલા સોનાના સિક્કા ચલાવ્યા. ગુપ્તરાજાઓની ઉપાધીઓમાં પરાકરમાં, વિક્રમા, મહેન્દ્રા, મહારાજાધિરાજ, મહારાજા સિક્કા પર જોવા મળે છે. ગુપ્તાઓમાં રાજાઓની ફરજને રાજાઓની શક્તિ કરતાં પ્રાધાન્ય આપેલું જોવા મળે છે. 121 ગ્રેઇન એ ગુપ્તા સિક્કાનું પ્રમાણિત વજન છે. સ્કંધગુપ્તે બધા પ્રમાણિત વજન છોડીને 132 ગ્રેઇનના સિકા પ્રચલિત કર્યા જેને “રાજા” અને લક્ષ્મી” પ્રકારના સિક્કાથી ઓળખવામાં આવે છે.

    “આર્યમંજૂષી મૂલકલ્પ” નામનું પુસ્તક ગુપ્તકાળના ઈતિહાસ માટે અગત્યનું છે. ગુપ્તા શાસકોની, વંશાવલી માટે ક્ષેમેન્દ્રનું “નૃપાવલી”, હલરાજાનું “પૃથવવલી”, કલ્હણનું “રાજકથા”, અને “રાજતરંગિણી”, રઘુવંશ અને હરિવંશ તથા ગુજરાતમાં પછીથી લખાયેલા પ્રબંધો અગત્યના છે.

     ગુપતકાળમાં વંશ-પરંપરા હતી જે ચરિત્ર પરંપરા તરફ જતી અવસ્થાનું તબક્કાવાર વિશ્લેષણ છે. બાણ નામના વ્યક્તિએ સૌ પ્રથમ ચરિત્ર લખ્યું. વી.એ. સ્મિથના મતાનુસાર, સમુદ્રગુપ્ત એ ભારતનો નેપોલિયન હતો. ગુપતકાળના ઈતિહાસ માટે સમગ્ર આર્યત્વનો (Pan Aryanism)સિદ્ધાંત ઈ.બી.હવલે આપ્યો.

     મધ્ય-ગંગાની ખીણ :- ચંદ્રગુપ્ત-કુમારદેવી પ્રકારના સિક્કા એ સૌ પ્રથમ પ્રાપ્ત થયેલા છે અને મોટે ભાગે પૂર્વ- ઉત્તરપ્રદેશમાં મળેલા છે. મથુરા, અયોધ્યા, લખનૌઉ, સીતાપુર, તાંડુર, ધારીપુર, નારસ, બયાના અને ભરતપુર સ્થળોએથી મળ્યા છે. પૂર્વ ઉત્તરપ્રદેશમાથી મળેલા શિલાલેખ પણ શરૂઆતના ગુપ્તકાળના ઈતિહાસ માટે મહત્વના છે જેમાં, અલહાબાદનો સ્તભાલેખ(સમુદ્રગુપ્ત)નો અને ભીતરી સ્તંભાલેખ (સ્કંધગુપ્તનો) પ્રશસ્તિ પ્રકારના છે.-ખૂબ અગત્યના સ્ત્રોત છે. અલાહાબાદ સ્તંભાલેખ એ સૌ પ્રથમ અને સૌથી મહત્વનો છે જેમાં હરિષેણે તેના સ્વામીના દિગ્વિજયોનું વર્ણન કર્યું છે. મંદસૌર સ્તંભાલેખ જે યશોવર્મનનો છે તે પણ ગુપતકાળનો છે. પૌરાણિક પુરાવામાં વાયુપુરાણ અને વિષ્ણુપુરાણ મહત્વના માહિતી સ્ત્રોત છે. અલાહાબાદના શિલાલેખની લેખનશૈલી “કોશાન્બિશૈલી” છે. જે સૌ પ્રથમ વાર ચંદ્રગુપ્ત દ્વિતીયના ઉદયગીરી શિલાલેખમાં જોવા મળે છે. વૈશાલી અને લિચ્છવીઓનું પાટનગર હતું. પશુપતિ મંદિરમાં જયદેવ દ્વિતીય (લિચ્છવી હતો.)નો શિલાલેખ મળી આવે છે. ગુપ્તવંશના ઉદય પૂર્વે દક્ષિણના વાકાટકોનો ઉદય મહત્વનો છે. જેનો પ્રભાવ ગુપ્ત શાસકો પર પડયો હશે. ભારશિવા લોકોએ દશ અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા અને “શિવ” તેમની સંજ્ઞા હતી. વાકાટક રાજા પ્રવરસેન પ્રથમે ઘણા યજ્ઞો કર્યા હતા જેમાં બૃહસતિસવ, અશ્વમેઘ, અગ્નિસ્તોપ, અપત્રોરયણ, કાખત્યાર, ઐતરેત્ર, વગેરે મુખ્ય હતા. ગુપ્ત શાસકો અશ્ર્વમેઘ યજ્ઞ કરતાં હતા પરંતુ તેમણે(પોતાને)પરભ ભગવતા તરીકે ઓળખાવતા હતા. બ્રાહ્મણ ધર્મનું આ સમયમાં પુનરુસ્થાન એ પરદેશીઓ સામેના પ્રતિકારૂપ હતું. મોર્ય સામ્રાજય સાથે તુલના કરીએ તો ગુપ્ત સામ્રાજ્યનું વહીવટીતંત્ર મોટે ભાગે ભારતીય પ્રકારનું હતું અને તેને હિન્દુ રાજ્યશાસ્ત્રના પુસ્તકો દ્વારા સમજાવી શકાતું હતું. ગુપ્તકાલીન કલા પણ ભારતીય છાપવાળી હતી. ગુપ્ત સામ્રાજ્યના સંપૂર્ણ ભારતીયપણાની ખાત્રી આપતો પુરાવો એ તેમના સિક્કા છે. આ સમયે બ્રાહ્મણ ધર્મનું પુનરુસ્થાન પણ ભારતીય લક્ષણના વિકાસમાં મહત્વનુ હતું.

     અર્થશાસ્ત્રીય પુરાવા:- ઈ.સ.ની શરૂઆતની સદીઓમાં રોમન સિક્કા ઉપરીગંગા ખીણમાં પ્રચલિત હતા. બનારસ, કૌશાંબી, શ્રાવસ્તિ, અહિચ્છત્રા, મથુરા જેવા શહેરોમાં નવા સાંસ્કુતિક લક્ષણો જોવા મળે છે. શરૂઆતના સમયમાં ક્ષત્રિયોને દંડ આપવાનો જે અધિકાર હતો તેને મનુએ બ્રાહ્મણો સુધી વિસ્તાર્યો. કામાન્દકે કહ્યું છે કે, સાધુ, મંત્રી, અને મોટા વેપારીઓ પણ લશ્કરના મહત્વના નાયકો છે.

  ગુપ્ત વંશનું ગોત્ર “ધરણા” હતું. વિષ્ણુપુરાણ મુજબ ગુપ્ત અટક એ વૈશ્ય મૂળના હતા એમ દર્શાવે છે.

    ગુપ્તવંશનો ઉદય:- અલાહાબાદ પ્રશસ્તિ પરથી આપણને ગુપ્ત અથવા શ્રીગુપ્ત અને ઘટોત્કચ એ બે મહારાજા હતા. જ્યારે ધટોત્કચનો પુત્ર ચંદ્રગુપ્ત પ્રથમ એ મહારાજાધિરાજ્ની ઉપાધિ ધારણ કરનાર હતો એમ જાણવા મળે છે. ગુપ્ત શાસકોનો ઉદય 4થી સદીમાં ઘટેલી વિભિન્ન ઘટનાઓનું પરિણામ હતો. ગુપ્ત અને લિચ્છવીઓ વાકાટકોના ઉદયને કારણે એકબીજાની નજીક આવ્યા. બધા શિલાલેખોમાં સમુદ્રગુપ્તને “લિચ્છાવિદોહિત્ર” તરીકે ખાસ વર્ણવવામાં આવ્યો છે. લિચ્છવીઓની સાથે સારા સંબંધો સ્થાપી ચંદ્રગુપ્તે પોતાના રાજયનો વિસ્તાર કર્યો અને મહારાજાધિરાજનું બિરૂદ ધારણ કર્યું.

    ગુપ્ત અને લિચ્છવીઓના જોડાણના અર્થશાસ્ત્રીય પાસા:- મગધ પર અધિકારને કારણે વેપારી માર્ગો અને અગત્યની ખીણો પર અધિકાર મળ્યો જેમાં દક્ષિણ બિહાર અને છોટા નાગપુરમાં સોનું, તાંબું, લોખંડ, મિકા જેવા પદાર્થો અને સિહભૂમનો તાંબાનો પટ્ટો ગુપ્તાઓના હાથમાં આવ્યો. ગુપ્ત શાસકોએ તેનો ખૂબ ઉપયોગ કર્યો. મહરોલી સિંહ સ્તભાલેખ જેમાં પ્રખ્યાત રાજા ચંદ્રનો લેખ આલેખાયો છે. તે 26 ફૂટ ઊચો અને 16.4 ફૂટ પહોળો અને 6 ટન વજનનો છે. આ બધી આર્થિક સવલતોને આધારે ચંદ્રગુપ્ત પ્રથમે તેના રાજય વિસ્તારના પ્રયત્નો શરૂ કર્યા અને પરિણામ સ્વરૂપ ગુપ્ત સામ્રાજયનો પાયો નખાયો.

    એપેન્ડીક્ષ :- મથુરા સ્તંભાલેખમાં ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનની વાત આવે છે. ગુપ્તવંશની સર્વ પ્રથમ જાણીતી તારીખ ઈ.સ. 319 છે. જ્યાથી ગુપ્તસવંત શરૂ થાય છે. ઉદયગીરી ગુફાઓમાં આવેલ શિલાલેખમાં (ચંદ્રગુપ્ત દ્વિતીય) તેનો મંત્રી વિરસેને ચંદ્રગુપ્ત અને ધ્રુવાદેવી વિષે વાત કરી છે. નાલંદા અને ગયા રેકર્ડ સમુદ્રગુપ્તના છે. “ગરુડ ધ્વજ”-સમુદ્રગુપ્તના સિક્કાઓ પર જોવા મળે છે. પહેલાના સિક્કા કરતાં આ સિક્કાની વિશેષતા એ તેમા આવતા રાણીના નામો છે. પ્રમાણિત સિક્કાની શરૂઆત સમુદ્રગુપ્તના સમયથી થઈ. ચંદ્રગુપ્ત-કુમારદેવી પ્રકારના સૌપ્રથમ સિક્કા ગુપ્તકાળના છે જે સમુદ્રગુપ્તને તેના શાસનની શરૂઆતમાં પ્રચલિત કર્યા હતા.

    ગંગા-ખીણના ચક્રવર્તિઓ :- ગુપ્ત શાસકો લીચ્છાવિઓ સાથેના જોડાણથી ઉત્તરની સૌથી મહાન શક્તિ બની ગયા. પ્રયાગ પ્રશસ્તિ પરથી આપણે જાણી શકીએ છીએ કે ચંદ્રગુપ્તે સમુદ્રગુપ્તને રાજસિંહાસન સોપ્યુ હતું અને લિચ્છવી રાજયનું વિલીનીકરણ કરાયું હતું. કચ-સમુદ્રગુપ્તનો ભાઈ હતો.-જેને સિંહાસન મળ્યું ન હતું. સમુદ્રગુપ્ત હિન્દુ ધર્મ પુનરુસ્થાનનો પ્રવર્તક વૈષ્ણવ હતો. તેણે “ગરુડ”ને રાજ્યના પ્રતિક તરીકે સ્થાપ્યું હતું. ગયા અને નાલંદા અભિલેખથી તે (સમુદ્રગુપ્ત) પોતાને “પરમભાગવત” તરીકે ઓળખાવાતો તેણે રૂઢિચુસ્ત અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. રાજસિંહાસનની લડાઈમાં જીતેલો સમુદ્રગુપ્ત ખૂબ મહાન યોદ્ધા પુરવાર થયો અને ભારતે જોયેલ સૌથી પરાક્રમી વ્યક્તિ હતો તેના એરણ શિલાલેખમાં જોવા મળે છે કે તેણે પૃથ્વી પરની બધી જનજાતિઓને તેના રાજ્યની અંદર લાવવામાં સફળતા મેળવી હતી.

    હરિષેણે ( અલાહાબાદ પ્રશસ્તિનો લેખક ) સમુદ્રગુપ્તને દુનિયાની સમસ્ત લડાઈઓ જીતતો અને તેના વિવિધ અભિયાનોની યાદી આપેલ છે જેમાં અહિચ્છત્ર, પદમાવતી, મથુરા, બુદેલશહેર, કાન્યકુંબ્જ, દક્ષિણપથના 12 રાજાઓ, આર્યવ્રતના 8 રાજાઓ, જંગલના રાજાઓ, સરહદી રાજ્યના 5 રાજાઓ, 9 જનજાતિય ગણરાજ્યો (માળવા, અર્જુનાયન, યૌધેય, મદ્રકો, વિદિશા, આભીર, પ્રાર્થના, સનાકનીક, કાકા, ખારાપરિકા, અને બીજા ટાપુઓના લોકો) પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને તેઓએ ગરુડને પોતાના સિક્કા પર છાપવા માટે સમુદ્રગુપ્તને વિનવણી કરી હતી.

    ગુપ્ત રાજકારણમાં ધર્મ :- ગુપ્ત રાજાઓ “પરમ ભાગવત” હતા અને ખૂબ જ ભક્તિભાવથી વિષ્ણુને પૂજતા હતા. જ્યારે તેમના વિરોધીઓ મોટે ભાગે શૈવધર્મી હતા. ગુપ્તસમયની શરૂઆત સુધીમાં ચક્રવર્તી લક્ષણ એ વૈદિક યજ્ઞ સાથે સંકળાયેલું હતું. પરંતુ વાયુપૂરાણમાં તેણે વૈષ્ણવ ધર્મીય રૂપ ધારણ કર્યું  અને આ બાબતે સૌથી મહત્વપૂર્ણ સિક્કા ચંદ્રગુપ્ત દ્વિતીયના મળે છે. જેમાં ચક્ર, હથિયારધારી પુરુષ, અને બીજી તરફ કમળાસન, લક્ષ્મીની આકૃતિઓ જોવા મળે છે. જે “ ચક્રવિક્રમ” સાથે સંકળાયેલી છે. અને એવું મનાય છે કે ચક્રમાં ઊભેલી આકૃતિ એ ચક્રપુરુષ વિષ્ણુને દર્શાવે છે. જે ચંદ્રગુપ્ત દ્વિતીયને સત્તા માટે આશીર્વાદ આપે છે. જેમાં રાજશક્તિના ત્રણ ચિન્હો છે. (પ્રભુશક્તિ, ઉત્સવશક્તિ, અને મંત્રશક્તિ).

    સમુદ્રગુપ્તે મધ્યપ્રદેશના એરણ(ઈરિકીનાં)ને તેનું મુખ્યાલય બનાવ્યું જે એક મહત્વનો નિર્ણય હતો. તેમાથી તેઓ મધ્યભારત તરફ અગ્રેસર થયા ત્યાથી સમુદ્રગુપ્તે કકા, નાગા અને વાકાટકોને હાર આપી. બંગાળ આ સમયે ઉત્તરભારતના આંતર રાષ્ટિય વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. ગંગાનું મુખ પર આવેલ તામ્રલિપ્ત બંદર (ઈત્સિગે તેની મુલાકાત 673 ઈ.સ. માં લીધી.) મહત્વપૂર્ણ હતું. તામ્રલિપ્તને “મહાવંશી” તરીકે ફાહિયાન વર્ણવે છે જે વેપારનું મહત્વનુ મથક હતું. કથાસરિતાસાગર મુજબ તામ્રલિખિતએ સમુદ્ર વેપારીઓનું કેન્દ્ર હતું ત્યાથી સુવર્ણભૂમિ અને લંકા સાથે વેપાર થતો. ઈ.સ.ની 1લી સદીમાં પેરિપ્લસે તેનો ઉલ્લેખ (તામ્રલિપ્તિ) “દમેરિકા” તરીકે કર્યો છે. સમાલતા (દક્ષિણ-પૂર્વ બંગાળ), દવકા, અસામા, કામરૂપ(ઉપરી આસામ) પણ મહત્વના મથકો છે.

     સંરક્ષણની પ્રથમ પંક્તિ :- સમુદ્રગુપ્તના ગંગાથી એરણ અને કમારાનાવલી નદી સુધીના વિજયોના લીધે આ વિસ્તાર તેનો મધ્યકેન્દ્ર બની ગયો. અને તેની આસપાસ સમુદ્રગુપ્તે તેણે ભેટસોગાદો આપતા રાજયોની હારમાળા રચી દીધી. અંત અને પ્રત્યંત શબ્દો અશોકના શિલાલેખમાં આવે છે. તેનો અર્થ પડોશીના મૈત્રી સંબંધવાળા અને જીતાયલા ન હોય તવા રાજ્યો થાય છે. અર્થશાસ્ત્રમાં અનતોને અંતપાલના હવાલે આપવાની વાત આવે છે. કાલિદાસે પ્રત્યંત શબ્દનો ઉપયોગ સરહદી પ્રદેશ, રાજ્ય કે વિસ્તાર માટે અને મલેચ્છ રાજયો માટે અમરકોષ શબ્દનો ઉપયોગ કર્યો છે. સમુદ્રગુપ્તે આવા રાજ્યોને પરોક્ષ રીતે હસ્તગત કર્યા હતા. જેના પર તેનો કોઈ રાજકીય કે આર્થિક અંકુશ ન હતો. પુષ્પવર્મન નામના કામરૂપના એક સ્થાનિક વડાને સમુદ્રગુપ્તે સમગ્ર પ્રદેશની વહીવટી જવાબદારી સોપી હતી. પ્રાચીન સમયથી કામરૂપ એ કાપડ, ચંદન, અગરું માટે પ્રખ્યાત હતું અને દક્ષિણ ચીન તરફ જતા સ્થળમાર્ગ અહીથી પસાર થતાં. તેથી આર્થિક કારણોસાર ગુપ્તશાસકોએ એના પર અધિપત્ય જમાવ્યું. સમુદ્રગુપ્તે દશપુરાના એક રાજયકુળના ઉદભવ અને વિકાસમાં ફાળો આપેલો. વર્મન રાજકીય રીતે ગુપ્તોને આધીન વિકસ્યા હતા. પુષ્પવર્મને (કામરૂપનો)પોતાની સફળતાઓ માટે ગુપ્ત રાજાઓ આભાર વ્યક્ત કર્યો હતો.

     દક્ષિણ વિજયો :- મહાવંશમાથી આપણે જાણી શકીએ છીએ કે કલિંગની રાજકુમારી હેમલત્તાં એ યવનરકબાહુના ઈ.સ. 359 ના આક્રમણને કારણે શ્રીલંકામાં બુદ્ધના અવશેષો સાથે સ્થાળાત્તર કર્યું હતું તેના થોડા સમયબાદ સમુદ્રગુપ્તનું કલિંગ પરનું આક્રમણ થયું હશે તેમ જણાય છે. દક્ષિણના અભિયાનોમાં સમુદ્રગુપ્તે પહેલા જીતી લેવું પછી તેમણે સ્વતંત્ર કરીને વસવાટ કરાવવો તેવી નીતિ અખત્યાર કરી હતી. ઉત્તરના બધા રાજાઓએ દક્ષિણ અભિયાનો વખતે ભૌગોલિક વિષમતાનો સામનો કરવો પડતો હતો. આથી કૂઈ દક્ષિણ પર સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કરી શકતા નહીં. ખારવેલ નામના કનિંગના રાજાએ દક્ષિણના પાડવ રજયને જીતી લીધાનો દાવો કર્યો છે. અલાઉદીન ખીલજીના સેનાપતિ મલેક કાફૂરે દક્ષિણ અભિયાન કર્યા હતા. પ્રાચીન સમયમાં મોર્યોએ ટૂક સમય માટે દાખ્ખણ પર પ્રભુત્વ સ્થાપ્યું હતું. તુઘલકોએ પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. અકબરે પણ નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. મલબારના કિનારે 1લી સદીથી 4થી સદી સુધીના રોમન સિક્કા મળે છે.

     સમુદ્રગુપ્તના દખ્ખણ વિજયો :- કોશાળા, પીસ્તપુરા, કાંચી, વેંગી, પલલાકા, નેલ્લોર, દેવરાષ્ટ, અવામુક્ત, કુસ્થાલપુર, કોટૂરા (કોઈમ્બતુર જિલ્લાનું જ્યાથી સમગ્ર ભારતમાં મળેલ કુલ રોમન સિક્કા જેટલા રોમન સિક્કા મળ્યા છે.)નાં વિજયો કર્યા હતા. આ બધા વિસ્તારોનો સંપૂર્ણ વહીવટ કરવો સમુદ્રગુપ્ત માટે શકય ન હતો આથી તેણે તે રાજ્યો જે-તે રાજાઓને પાછા સોપી ધર્મવિજય જેવા વિજયો મેળવ્યા હતા.

     સંરક્ષણની બીજી પંક્તિ :- સમુદ્રગુપ્તના સમય (ઈ.સં. 350-375) દરમિયાન ઉત્તર-પશ્ર્ચિમમાં મુખ્ય ત્રણ સત્તાઓ વિદ્યમાન હતી. (1) સસેનિયન (2) કેદાર-કુષાણ (3) ચીની અથવા જુઆનજુઆન અથવા હેલ્ફેન્થાઈટસ અથવા સફેદહૂણ. સમુદ્રગુપ્તનો સમકાલીન કુષાણ ગાંધાર કીદાર હતા. જેણે સમુદ્રગુપ્તની મદદથી શાપૂર બીજાને બે વાર (ઈ.સ. 367-368)હરાવ્યો હતો. ત્યાર બાદ સમુદ્રગુપ્તે તેના પુત્ર ચંદ્રગુપ્ત બીજાને સફેદ હુણો સામે ચઢાઈ માટે મોકલ્યો હતો. જે આપણને મેહરોલી સ્થંભાલેખમાંથી જાળવા મળે છે. સમુદ્રગુપ્તે તેના દૂતમંડળને રોમ મોકલ્યું હતું. કાલિદાસે રઘુવંશમાં હૂણો આર્ગ્ઝસ નદીના કિનારે વસે છે તેવો ઉલ્લેખ કર્યો છે.

    ગુપ્ત રાજકારણના આતરરાષ્ટ્રીય પાસાઓ :- ગુપ્ત સમયની શરૂઆતના વર્ષોમાં ભારતનો શ્રીલંકા સાથેનો વેપાર ખૂબ વિકસ્યો હતો. તામ્રલિપ્તિ સમુદ્રગુપ્તનાં સમયમાં સૌથી મોટું બંદર હતું. ભારતનો ચીન સાથેનો વેપાર પણ પૂર્વના ટાપુઓ તરફથી વધ્યો હતો. મુસોલીન નામનું સુંદર કાપડ જાવા થઈને ચીન નિકાસ થતું. કાશ્મીરનું કેશર(સેફ્રોન)જમીનમાર્ગે ચીન નિકાસ થતું. મરી( પીપર )ની ચીનમાં નિકાસ થતી. મરીના છોડવા પણ નિકાસ થતાં હતા. ચીન ભારતમાં સિલ્ક મોકલતું જેનું કાલિદાસે ચીનમ્સુકા તરીકે વર્ણન કર્યું છે. પ્રયાસ પ્રશસ્તીમાં સિંહાલા અને બીજા ટાપુઓના લોકોનું વર્ણન આવે છે. જેઓ ગુપ્તરાજાઓને રાજદરબારમાં હાજરી આપીને પ્રસ્સન કરતાં હતા. સમુદ્રગુપ્તે શ્રીલંકાના પ્રવાસીઓને બોધગયામાં એક મઠ બાધવાની પરવાનગી શ્રીલંકાના રાજા શ્રી મેઘવર્મનનાં દૂતમંડળની વિનતિથી આપી હતી. તાંત્રિકકમાન્ડકા(જાવાનું પુસ્તક)માં ઐશ્વર્ય પાલ નામનો રાજા પોતે સમુદ્રગુપ્તના કુટુંબ સાથે સંકળાયેલો છે. તેમ વર્ણવે છે. સમુદ્રગુપ્ત આ સમયે ખૂબ શક્તિશાળી હોઈ વિભીન્ન ટાપુઓના રાજાઓ વખતોવખત તેનો સંપર્ક સાધતાં રહેતા.

     વિક્રમાદિત્યોના સમયની શરૂઆત :- સમુદ્રગુપ્તના લશ્કરી પાસાઓ અલાહાબાદ શિલાલેખમાં જોવા મળે છે. તેના સામ્રાજ્યના મુખ્ય ભાગોમાં સમગ્ર ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, અને પૂરવા માળવાનો મોટો ભાગનાં પ્રદેશનો સમાવેશ થાય છે. તેની પૌત્રી (સમુદ્રગુપ્તની) પ્રભાવતી ગુપ્તા પૂનાના શિલાલેખમાં અનેક અશ્ર્વમેઘ યજ્ઞિનના બિરૂદથી તેને વિભૂષિત કરે છે. સમુદ્રગુપ્તનું સામાન્ય બિરુદ “પરાક્રમા” હતું. જે તેના શાસનના અંત સમયે “વિક્રમ” થઈ ગયું. આ પ્રમાણે સમુદ્રગુપ્ત ઈતિહાસમાં પ્રથમ રાજવી હતો. જેણે “વિક્રમ” બિરુદ ધારણ કર્યું.ત્યાર બાદ તેના પુત્ર ચંદ્ર અને બાદ સ્કંધગુપ્તે આ બિરુદ ધારણ કર્યું હતું. આમ ગુપ્તકાળને વિક્રમાદિત્યનો સમય પણ કહેવામા આવે છે. અલાહાબાદ પ્રશસ્તી એ તવારીખ વાર (લાઈનસર)કે ભૌગોલિક માહિતી માટે કે રાજકીય રીતે સળંગસૂત્રતા ધરાવતી નથી. સમુદ્રગુપ્તે ઉત્તર તરફ ઓછામાઓછા બે મહાઅભિયાન ચલાવેલા હતા. અલાહાબાદ પ્રશસ્તિમાં હરિષેણે તેનો ઉલ્લેખ કર્યો છે. મેહરોલીના શિલાલેખમાં રાજા ચંદ્રાએ વંગ દેશના તેના બધા શત્રુઓને હરાવી દીધા હતા. તેણે સિંધુ નદીના સાત માથા કૂડાવીને વાહિલિકાને સિકસ્ત આપી હતી. દક્ષિણ સમુદ્ર એ તેની સત્તા નીચે છે. તેણે સમગ્ર પૃથ્વી પર તેની પોતાની પ્રભુસત્તા સ્થાપિત કરી. તેણે ખૂબ લાંબા સમય સુધી રાજ્ય કર્યું. તે એક વૈષ્ણવધર્મી હતો. તેની નીતિ તેના મૃત્યુ બાદ ચાલુ રહી.-આવી માહિતી મેહરોલી શિલાલેખમાં (4થી સદીના અંતે અને 5મી સદીની શરૂઆતમાં લખાયેલ) જોવા મળે છે. શૃગોની રાજધાની વિદિશા અને કૃષાણોની પુરુષ્પુરા હતી. ગુપ્તશાસકોની રાજધાનીઓ પાટલિપુત્ર અને ઉજૈની હતી. ઉજ્જૈનીનો સ્વામી ચન્દ્ર્ગુપ્ત બીજો હતો જે પાટલિપુત્રનો સ્વામી પણ હતો. ચંદ્રગુપ્ત બીજાએ પશ્ર્ચીમના શક-ક્ષત્રપોને હરાવીને કાઠીયાવાડ અને પશ્ર્ચિમને ગુપ્ત સામ્રાજ્યનું અંગ બનાવ્યું હતું.

     પશ્ર્ચિમી પ્રદેશો :- સમુદ્રગુપ્ત 375માં મૃત્યુ પામ્યા અને તેનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો તેનો ગાડીવારસ બન્યો. ત્યાર બાદનાં 75 વર્ષ સુધી રાજકીય ગુરુત્વાકર્ષણ બિંદુ પશ્ર્ચિમ તરફ જોવા મળે છે જેમાં ચંદ્રગુપ્ત દ્વિતીય અને કુમારગુપ્ત પ્રથમ એમ બે રાજાઓ સમાવિષ્ટ છે. ભારતીય સામ્રાજ્યના વિસ્તારમાં મોટે ભાગે ઝેડ-પેટર્ન જોવા મળે છે. તેમાં ઉત્તર-પશ્ર્ચીમથી પૂર્વબંગાળ, પૂર્વ બંગાળથી માળવા, માળવાથી પશ્ર્ચિમે ગુજરાત તરફ અને ત્યાથી દક્ષિણ તરફ સમુદ્રગુપ્તે સ્વભોગ માટે એરણનો ઉપયોગ કર્યો હતો. હર્ષચરિત્ર પર વિવેચનાત્મક નોધ શંકરઆર્ય નામના માણસે કરી હતી. ગુપ્તશાસકોના વર્મન સામંતોને ખાસ વ્યવસ્થા આપેલી તેમાં તેઓ પોતાના નામના સિક્કા પણ ચલાવી શકતા. વરાહની પ્રતિમા જે ઉદયગીરી પર્વતમાં છે તેમાં ચંદ્રગુપ્ત દ્વિતીયનું શાશન દર્શાવ્યું છે. અને એ મુદ્રારાક્ષસના વિષ્ણુનું પુનરુસ્થાન દર્શાવે છે. રામગુપ્ત એ ચંદ્રગુપ્ત બીજાનો મોટો ભાઈ હતો જેને તેની રાણી ધ્રુવાદેવીને શક હુમલાખોરોને સોપવાની તૈયારી બતાવેલી પરંતુ કુમાર ચંદ્રગુપ્ત જે મુદ્રારાક્ષસનો નાયક છે તેણે શકોને હરાવી દીધા અને ધ્રુવાદેવી સાથે લગ્ન કર્યા છે આ બે ઉલ્લેખ “દેવી ચંદ્રગુપ્ત “નામના નાટકમાં પણ આ વાત આવે છે. રામગુપ્તના સિક્કા ઉપર સિંહ, ગરું અને ગરુડધ્વજ જોવા મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયનાં તેના પિતા સાથેના સંબંધ દર્શાવવા માટે ગુપ્તયુગના શિલાલેખમાં “તતપરિગ્રહિતા” શબ્દ વારંવાર જોવા ,મળે છે. બિલ્હણના વિક્રમદેવ ચરિતમાં વિક્રમદેવ 6થ્થાની કહાની છે. (ચાલુક્ય) “વિક્રમાંક અભ્યુદય”-સોમેશ્ર્વર ત્રીજાએ લખેલું જેમાં “ભૂલોકમાલ”ને વિક્રમાદિત્ય 6થ્થાના ઉત્તરાધિકારી તરીકે વર્ણવવામાં આવ્યા છે.

     પશ્ર્ચિમી સરહદ:- ચંદ્રગુપ્ત દ્વિતીયે ઉત્તરાધિકારીની લડાઈ જીતી હતી તે ખૂબ શક્તિશાળી રાજા તરીકે સાબિત થયો તેના સમયમાં ગુપ્ત સામ્રાજ્યનો વિકાસ અને વિસ્તાર થયો. કામરૂપના સમુદ્રવર્મન અને બાલવર્મન તેના સામંતો હતા. મથુરામાં તેના રાજ્યશાસનનાં પાંચમા વર્ષનાં શિલાલેખ મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયે તેના સામ્રાજ્યમાં કાઠિયાવાડનો ઉમેરો કરતાં આર્થિક રીતે બેરીગોઝા(ભરુચ)જેવા આતરરાષ્ટ્રીય બંદરોનો ફાયદો મેળવ્યો હતો. દક્ષિણ, પશ્ર્ચિમ, પૂર્વભાગોમાં 4થી, 5મી, અને 6ઠ્ઠી સદીના બેન્ઝેન્ટાઈન સિક્કા રોમન સામ્રાજ્ય અને ગુપ્તકાલીન ભારત વચ્ચેના વેપારી સંબંધો નિર્દિષ્ટ કરે છે. ઈ.સ.ની 6ઠ્ઠી સદીમાં જસ્ટિનિયને રેશમની કિમત પર નિયંત્રણ મૂકતો ધારો પસાર કર્યો. પરંતુ તેનાથી ગુપ્ત વેપાર પર કોઈ અસર થઈ નહીં. ચંદ્રગુપ્ત દ્વિતીયની પુત્રી “પ્રભાદેવી” એ રુદ્રસેન દ્વિતીય નામના વાકાટક રાજવી સાથે લગ્ન કર્યા હતા. તેના તામ્રપત્રોમાં તેના કુટુંબીજનોના નામો  તેના પિતા સાથે સંકળાયેલા દર્શાવાયા છે. નહીં કે તેના પતિ સાથે. પ્રભાદેવી એ તેના પતિને શૈવધર્મીમાથી વૈષ્ણવધર્મી બનાવવા પ્રયાસ કર્યો હતો. ઉદયગીરીના પર્વતોમાં ભીલસા સ્થળે કોતરેલા લેખમાં ચંદ્રગુપ્ત દ્વિતીયના સંધિવિગ્રહક વિરસેને ચંદ્રગુપ્તને “દુનિયા જીતવા નીકળનાર” મહારાજા તરીકે દર્શાવ્યો છે.

     વિક્રમાદિત્ય વિશે :- ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્ય, વિક્રમાક, વિક્રમ, જેવા બિરૂડો ધારણ કર્યા હતા અને તે ઉજ્જૈનની પ્રચલિત વિક્રમાદિત્યની દંતકથા સાથે સંકળાયલો છે. જે તેના દરબારમાં મહાકવિ કાલિદાસની હાજરીથી પણ જાણવા મળે છે. અને તે “વૈતાલસાધના” સાથે પણ સંકળાયેલો છે. અને તેણે મોટે ભાગે “માળવાસંત” ની શરૂઆત કરી હતી તેમ લાગે છે.

     ગુપ્ત સામ્રાજયનો વિસ્તાર ;- ચંદ્રગુપ્ત બીજો અને કુમારગુપ્ત પ્રથમનો ઈતિહાસ એ વિવિધ વેપાર- વાણિજ્ય અને કારીગરીના વિકાસ સાતહ સંકળાયેલો છે. અને આ સમયે ગુપ્ત સામ્રાજ્યથી ઉત્પન્ન “મહાશાન્તિકાળ” તરીકે વર્ણવવામાં આવે છે. આ સમયે સેનામાં તથા પુષ્કળ વધારાને કારણે આ સમયના સાહિત્યમાં સોનાનો વરસાદ એવો ઉલ્લેખ વારંવાર આવે છે. જેમાં કાલિદાસની ક્રુતિ “રઘુવંશ” ખૂબ મહત્વની છે. સમુદ્રગુપ્ત તેના શરીરર્સૌષ્ઠવનો ચાહક હતો. અને તેથી “રૂપકીર્તિ” શબ્દ તેના સોનાના સિક્કામાં જોવા મળે છે. ધ્રુવાદેવી એક જ એવી ગુપ્તકળની રાણી છે જેના સ્વંતંત્ર સિક્કા(સીલ) વૈશાલીમાં મળી આવ્યા છે. દૃવાદેવી રાજ્યવહીવટમાં પણ ભાગ લેતી હતી. કુમારગુપ્ત પ્રથમના ઓછામા ઓછા “13” રેકર્ડ મળ્યા છે અને તે પરથી સાબિત થાય છે કે તે તેના પિતા ચંદ્રગુપ્ત દ્વિતીયની જેમ શક્તિશાળી અને સફળ શાશક હતો. તેના સિક્કા અમદાવાદ, વલ્લભી, જૂનાગઢ અને પશ્ર્ચીમમાં જોવા મળે છે. જેની સાથે-સાથે તેણે નવા સોનાના સિક્કા પણ પ્રચલ્ટ કર્યા હતા. આ સિક્કા પર કાર્તિકેય અને મોર એક તરફ અને બીજી તરફ રાજા મોરને દાણા ખવદાવતો હોય તેવા ચિન્હો અંકિત થયેલા જોવા મળે છે. કુમારગુપ્ત પ્રથમે પ્રથમ વખત મોટી સંખ્યામાં ચાંદીના સિક્કા મધ્યપ્રાંતોમાં પ્રચલિત કર્યા હતા જેમાં ગરુડની જગ્યાએ મોરના ચિત્ર જોવા મળે છે. તેના સમયમાં તાંબાના સિક્કા જ્વલ્લેજ જોવા મળે છે. કુમારગુપ્ત પ્રથમના સમયમાં ભારત-ચીન સંબંધો દઢ થયા.

     કુમારગુપ્તનું દક્ષિણ અભિયાન :- સાતારા અને બેરાર્મથી મળતા કુમારગુપતના સિક્કા દર્શાવે છે કે આ પ્રદેશમાં તેનું પ્રભુત્વ હતું. કુમારગુપ્ત પ્રથમે “અશ્ર્વમેઘ” પ્રકારના સિક્કા તેના અશ્ર્વમેઘ યજ્ઞની ઉજવણીના એક ભાગરૂપે બહાર પાડ્યા હતા. કુમારગુપ્ત પ્રથમના સમય દરમિયાન ગુપ્ત અને વાકાટકોના સંબંધોમાં તિરાડ પડી હતી. એટલે ગુપ્ત અને નળ રાજાઓ વચ્ચે સંબંધો દઢ થયા તો બીજી બાજુ તેના પ્રત્યાઘાતરૂપે વાકાટકોએ કંબોજ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. કુમારગુપ્ત પ્રથમે તેના મંત્રીની પુત્રી અનંતદેવી સાથે લગ્ન કરેલા. આ મંત્રી અનંતસેન હતો તેના વિશે બિહાર શિલાલેખમાં માહિતી મળે છે.

     ગુપ્ત સામ્રાજ્યનું વિઘટન :- કુમારગુપ્ત પ્રથમના દક્ષિણના અભિયાન સાથે ગુપ્ત સામ્રાજ્યના વિસ્તારની પ્રક્રિયા પૂર્ણ થઈ. કુમારગુપ્ત્ના શાશનના અંત સમયે જુદાજુદા પ્રકારની કટોકટીનો સામનો ગુપ્ત સામરાજયે કરવો પડયો જે આપણને સ્કંધગુપ્તના ભીતારી રેકર્ડ પરથી જાણવા મળે છે. સ્કંધગુપ્તે રાજ્ય સીહાસન હાસલ કરવા માટે તેના ભાઈઓ ઉરુગુપ્ત અને ઘટોત્કચનો સામનો કરવો પડયો હતો. અને આ સમયે તેના બે દુશ્મનો પુષ્પમિત્ર અને હૂણ જોવા મળે છે. સંકંધગુપ્તના જૂનાગઢ શિલાલેખ પરથી જાણવા મળે છે કે તેણે વિદ્રોહી રાજાઓ અને મલેચ્છો સામે વિજય મેળવ્યા હતા. અર્થાત આપણે તેના દુશ્મનોને ચાર ભાગમાં વહેચી શકીએ. (1) પુષ્પમિત્ર (2) બીજા વિદ્રોહી રાજાઓ (3) હૂણ અને મલેચ્છો (4) રાજ્યના બીજા કુમારો.

    વિક્રમમુદ્રા પ્રકારના ધોતી પહારેલ સિક્કા-કુમારગુપ્ત પ્રથમ સંકળાયેલા છે. ગુપ્તશાસકો તેમની રાણીઓને “મહાદેવી” બિરુદથી વિભૂષિત કરતાં. મેકલના પુષ્પમિત્રોએ નર્મદા પરના ગુપ્તસામરાજ્ય પર વાકાટકોની સહાયથી હુમલો કરવાના પ્રયાસો કર્યા હતા. આ સમયે વાકાટક રાજા-નરેદ્રસેન હતો.

     હૂણોનું બીજું આક્રમણ :- ગુપ્ત સિક્કા બામનાળા જગ્યાએથી કુમારગુપ્ત પ્રથમ પછીના સમયમાં ન મળવાથી ઉત્તર-પશ્ર્ચિમ સરહદે સમસ્યાઓથી ઘેરાયલું હોય તેવું સ્કંધગુપ્તના શાસનમાં જણાય છે. ત્યાર બાદના ગુપ્ત શાસકો ઉત્તર-પશ્ર્ચિમ સીમા નક્કી કરવામા નિષ્ફળ રહ્યા. પરિણામે આ સમયે હૂણોનું બીજું  આક્રમણ જોવા મળે છે. જેમાં સ્કંધગુપ્તનો વિજય થાય છે. ભારત અને મધ્ય એશિયા વચ્ચેના ભાગ પર હેફેન્થેલાઈટસ સામ્રાજ્યની સ્થાપના ઈ.સ. 370માં થયેલી જણાય છે. તેના વિકાસમાં હૂણ નેતા અટ્ટીલા(435 ઈ.સ. મા મૃત્યુ) એ મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. પછીથી હલમંદ, અને કંદહારના હૂણોએ પાચમી સદીના મધ્યભાગમાં ભારત પર આક્રમણ કરવાની શરૂઆત કરી હતી.

     સ્કંધગુપ્ત અને માળવા :- માળવા એ ગુપ્ત-વાકાટક સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર હતું. અને તેના સ્થાનિક શાસકો વર્મનો વિદ્રોહ કરતાં. તેનાથી સ્કંધગુપ્તની સમસ્યાઓમાં વધારો થયો.

    સ્કંધગુપ્તના જૂનાગઢ શિલાલેખમાં તેને “પૃથ્વીનો જીતનાર” કહ્યો છે. ખહમ સ્થંભાલેખ અને ઈન્દોર તામ્રપત્રોમાં તેના વિજયોનું વર્ણન જોવા મળે છે. ચંદ્રગુપ્તની મહાનતાએ તેને ભગવાન શુક્ર સાથે સરખાવી તેને ગુપતોના વિજયી પુરુષનું બિરુદ આપવામાં આવે છે. તેના બાદ ગુપ્ત સામ્રાજ્યનું એકાએક પતન થયું જણાય છે. કુમારગુપ્ત પ્રથમના અપ્રતિગા એટલે કે તે ગુસ્સાથી પર છે તેવા કથનથી તે બૌદ્ધધર્મ સાથે સકળાયેલો હોય એમ જણાય છે. અન્ય ગુપ્તશાસક બુધગુપ્ત પણ બૌદ્ધધર્મી હોય એમ જણાય છે. સંન્ધગુપ્તનો પુત્ર અને ઉત્તરાધિકારી કુમારગુપ્ત દ્વિતીય હતો જેણે “કુમારગુપ્ત કર્માદિત્ય” નામના સિક્કા પ્રચલિત કર્યા હતા.

     સામંતશાહી ઢાચાનો વિકાસ :- નાલંદા, મહાવીરા જેવી સંસ્થાઓનો વિકાસ અને એક આર્થિક એકમ તરીકે રાજ્ય તરફથી તેમણે મળતો ટેકો તે રાજયમાં સામંતશાહી વિકાસ દર્શાવે છે. અને રાજ્યના વિસ્તારના વધારાને કારણે વહીવટી પગલારૂપે તે વિકસ્યુ હોય તેમ લાગે છે. શરૂઆતના ગુપ્તશાસકો જેમકે, સમુદ્રગુપ્ત જેવાએ નાના-નાના શાસકોને સામરાજયાધીન અને ખંડળી ભરતા કર્યા હતા. સામંત શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ “ગંગઈધાર” શિલાલેખમાં વિનયગુપ્ત(ઈ.સ. 507) દ્વારા કરાયેલ જોવા મળે છે. અને બારબર ગુફાઓના શિલાલેખમાં મૌખરીવડા અનંતવર્મનના પિતા સામંત ચુડાસમણિ તરીકે ઉલ્લેખાયેલ જોવા મળે છે. બને તેના હર્ષચરિતમા સામંત વિષે વિગતે વર્ણન આપ્યું છે. સમુદ્રગુપ્તના પ્રયાગ શિલાલેખમાં રાજા તેના સામંતોને શાસનો આપતો જોવા મળે છે.

    બ્રાહ્મણ સામંતશાહીનો વિકાસ :- બુદ્ધઘોષે (પાચમી સદી) બ્રહ્મોદયા અનુદાનને ન્યાયિક અને રાજકીય અનુદાન સહિત અપાતું હોવાની વાત કરી છે. પરિણામે સાર્વભોમત્વના બે અગત્યના પાસાઓ કર ઉઘરાવવો અને વહીવટ ચલાવવો એ તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું પરિણામે બ્રાહ્મણ સામતશાહી વ્યવસ્થાનો સ્વતંત્ર વિકાસ થયો.

     વારસાગત અધિકારીઓમાં વધારો :- ભૌમિક, મંત્રી, અને સચિવો મોટે ભાગે વારસાગત બનાવવામાં આવ્યા. અમાત્યા અને ઉપરીક તથા ભુક્તિ પણ વારસાગત બન્યા. સંધાગુપતના સમય સુધી સામ્રાજ્ય બરાબર રહ્યું પરંતુ ત્યાર બાદ (બુધગુપ્ત) સામંતો મજબૂત બન્યા અને સ્વતંત્ર પણ બનતા રહ્યા. બાદમાં ઘણા સામંતો “મહારાજા” બિરૂડોનો ઉપયોગ કરતાં અને તેમના સિક્કા પણ પ્રચલિત કરતાં જોવા મળે છે. જેમ કે એરણના સર્વનાગ આવા સામંતો હતા. સંધાગુપ્ત બાદ પુરુગુપ્ત અને તેના બાદ નરસિંહગુપ્ત “બાલ્યાદિત્ય” ગાદીનશીન થયા. તે હૂણ મિહિરકુળનો સમકાલીન હતો.(510 ઈ.સ.). બાલાદિત્યના સમયમાં વસુબંધુ નામે એક મહાન બૌદ્ધ શિક્ષક થઈ ગયા.

     પતન અને વિભાજન :- બુધગુપ્ત્ના મૃત્યુ બાદ સામ્રાજ્ય વિઘટન પામવાની શરૂઆત થઈ જેમાં સામંતશાહી ઢાચાને લીધે, હૂણોના ત્રીજા આક્રમણને કારણે, રામજાલાએ ગાંધાર જીતી લીધું. તોરમાણ હૂણની સત્તા પંજાબ સુધી વિસ્તરી અને તે રાજપૂતાના અને માળવા સુધી પણ પોહોચ્યો, તેનો પુત્ર મિહિરકુળ માળવાના રાજા યશોવર્મન અને નરસિંહગુપ્ત બાલાદિત્યના સંયુક્ત સામાનાર્થી હારયો. કુમારગુપ્ત ત્રીજો અને વિષ્ણુગુપ્ત એ ગુપ્ત સામ્રાજ્યના અંતિમ શાસકો હતા.

     ગુપ્ત શાસન વ્યવસ્થા :- ગુપ્ત વહીવટતંત્રનું સ્વરૂપ પ્રારંભિક મધ્યયુગને પ્રદર્શિત કરે છે. ગુપ્ત સામ્રાજ્યના વહીવટીતંત્ર માટે પુરપુરાતત્વવિદ સ્ત્રોત ખૂબ જ અગત્યના છે. આ સિવાય, અન્ય સ્ત્રોતોમાં બ્રહસ્પતિ સ્મૃતિ, નારદસ્મૃતિ, કાત્યાયનસ્મૃતિ, કામાન્દકનું નીતિસાર, વાયુપુરાણ, વિષ્ણુપુરાણ અગત્યના છે. ન્યાયિક રીતે અગત્યના અધિકારી “વિનયસ્થિતિ સ્થાપકા” વૈશાલીના “શીલ” પર જોવા મળે છે. કુષાણ અને સાતવાહનોએ નાના રાજાઓ સાથે સામંતશાહી સંબંધો સ્થાપિત કર્યા હતા. ગુપ્ત શાસકોએ રાજન શીર્ષક ફગાવી દઈ “મહારાજાધિરાજ” જેવા કુષાણો દ્વારા પ્રચલિત કરવામાં આવેલા શીર્ષક ધારણ કર્યા. ઉત્તરબંગાળમાં ત્રિ-શબ્દિય ગુપ્તા બિરુદ જોવા મળે છે. પરમ અદ્વેત, પરમ ભટ્ટારક, અને મહારાજાધિરાજ. ગુપ્ત શાસકોએ રાજામાં દૈવી શક્તિના સિદ્ધાંતનું સ્થાપન કર્યું જે અલાહાબાદ સ્તંભાલેખમાથી જાણવા મળે છે. જેમાં સમુદ્રગુપ્તને ભગવાન-પૃથ્વીપતિ તરીકે નવાજવામાં આવ્યો છે.

    ઉચ્ચકક્ષાના મંત્રીઓ :-,  મહાબલાધિકૃતા, મુખ્ય સેનાપતિ, મહાદંડનાયક, (સામાન્ય સેનાપતિ), મહાપ્રતિહારા-મહેલો અને દ્વારોના રક્ષકોનો વડો, મહાઅશ્ર્વપતિ,-ઘોડેસ્વાર સેનાનો વડો, મહાપીલુપતિ-હાથીસેનાનો વડો, સંધિવિગ્રહક-વિદેશમંત્રી. મુખ્ય વહીવટીતત્ર અને પ્રાંતિય વહીવટતંત્ર વચ્ચેનું જોડાણ ગુપ્તોના સમયમાં કુમારઅમાત્ય અને આયુક્ત જેવા અધિકારીઓએ દ્વારા થયેલું છે. પુસ્તપાલ-રેકોર્ડ કીપર, આયુક્ત-મહેસૂલી અધિકારી, ઉપરીકા(તેની ઓફિસ ત્રિતાભુક્તિ અધિકારણા કહેવાતી) ચોરવજ્જિ-પોલીસ    (ચોરદોહાવજ્જિ), ફાહિયાનના મતે રાજાના બધા અંગરક્ષકોને નિયમિત પગાર આપતો હતો. ફાહિયાનના મતે ગુપ્ત કાયદા માનવતાયુક્ત હતા. “મૃચ્છકટીકમ” અને “અભિજ્ઞાનશાકુંતલમ” મા પણ ગુપ્તકાળની વહીવટી વ્યવસ્થા વિશે જાણવા મળે છે. ચારા-જાસુસ, રક્ષિનોઉ-પોલીસ કર્મચારીઓ, નાગરકાશાળા-મુખ્ય પોલીસ અધિકારી, દાંડિકા કે દંદ્પરિકા-પોલીસ અધિકારીઓએ.

     પ્રાંતને ભુક્તિ કહેવાતું જે “પ્રાદેશિક”ના હાથ નીચે હતા. પ્રાંતના જિલ્લા “વિષય” કહેવાતા. અને ત્યાં કુમાર અમાત્ય, આયુક્ત, અને વિષયપતિ જેવા અધિકારીઓએ રહેતા. ઉત્તર-બંગાળના શિલાલેખોમથી આપણે જાણી શકીએ છીએ કે ,જમીન જેવા અગત્યના કાર્યોના વહીવટ માટે “કુમાર અમાત્યો” કે બીજા અધિકારીઓને શહેરના વહીવટતંત્ર (મ્યુનિસિપલ બોર્ડ) સાથે સહકાર ભર્યું કાર્ય કરવું પડતું હતું જેને “અધિષ્ઠાન અધિકારણા” (જિલ્લા ઓફિસ) કે “વિષય અધિકારણા” થી ઓળખવામાં આવતી હતી. જ્યારે તેવા જ ગ્રામીણ બોર્ડો “અષ્ટકુળ અધિકારણા”, થી ઓળખવામાં આવતા હતા. આ સમયે ચાત-ચાટા તરીકે પ્રચલિત શબ્દો પોલીસ સાથે સંકળાયેલ કર્મચારીઓ માટે વપરાયેલા જોવા મળે છે તો ભાટા-ભાટ જેવા શબ્દો પટાવાળા માટે પ્રયોજાયા છે.

    મ્યુનિસિપલ બોર્ડમાં મુખ્ય 4 સદસ્યો હતા. (1) શ્રેણીઓનો વડો- નગરશ્રેષ્ઠી (2) મુખ્ય વેપારી-સર્થવાહા (3) મુખ્ય કારીગર- પ્રથમ કુલિકર (4) મુખ્ય લેખાકાર-પ્રથમ કાયસ્થ.

    ગ્રામીણ બોર્ડમાં વડીલો(મહાત્તરા), ગામનો મુખી (ગ્રામિકા) અને ગૃહસ્થ (કુટુંબીન)નો સમાવેશ થતો હતો. આ સમયમાં આર્થિક વિકાસ, પડતર જમીન બ્રાહ્મણોને આપવી, અંગત માલિકીની મિલકતો, સોનાનો ચલણમાં ઉપયોગ, વગેરે બાબતોનો સમાવેશ વહીવટીતંત્ર સાથે થયેલો જોવા મળે છે.

     રાજકીય કાર્યોમાં થતાં ફેરફારમાં સામંતશાહી ઢાચાનો વિકાસ :- પરિવ્રાજિકા અને ઉકકલ્પ અને કુમારોનું રાજકીય સ્થાન વગેરેમાં પણ પરીવર્તન જોવા મળે છે, હાથી, ઘોડા વગેરે પરનો રાજયના અધિકારનો અંત આવતો જણાય છે. અને તે ખાનગી માલિકીના હોય તેમ જણાય છે અને તે ખાનગી માલિકીના હોય તેમ દ્રષ્ટિગોચર થાય છે. સરકારી પદો પર આનુવંસીક અધિકારીઓએ જોવા મળે છે. ગામનું કાર્ય તેના સ્થાનિક લોકો દ્વારા જ થતું તેમની અનુમતિ સિવાય કોઈ લેવડ-દેવડ થતી નહીં.

    શહેરી વહીવટમાં અર્ધસ્વતંત્ર સસ્થાઓ હતી. જે પોતાનું ચલણ(મુદ્રા) પણ બહાર પાડી શકતી.

     શ્રેણીના કાયદાઓ :- વેપારી સંસ્થાઓ ન્યાય અને વહીવટમાં મહત્વનો ભાગ ભજવતી. આવા સંસ્થાકીય ન્યાયાલયો પણ ઉચ્ચ ન્યાયાલયો જેવી ક્ષમતા ધરાવતા. તેનાથી રાજી પરથી શહેરના શહેરનો ભાર હળવો થયો.

    ગુપ્તસામ્રાજ્યના સમયમાં એક અન્ય અગત્યના સામંતશાહી પાસાનો ઉમેરો થયો. જેમાં વહીવટી અને નાણાકીય જવાબદારી સહિત જમીનની ફાળવણી(મંદિરો અને સાધુઓ)નો સમાવેશ થાય છે. જે ખરેખર સાતવાહનોના સમયમાં જ શરૂ થઈ ચૂકી હતી. રાજી પાસે મોટા અને સ્થાયી લશ્કરનો અભાવ એ સામંતશાહીનું બીજું મહત્વનુ લક્ષણ ગણાવી શકાય. જે ગુપ્તસામ્રાજ્યના વહીવટીટંટર્માં જોવા મળે છે. રાજ્યે કોઈ મહત્વપૂર્ણ અર્થનીતિ પ્રચલિત કરી ન હતી. વહીવટના વિકેન્દ્રીકરણની નીતિ પણ સામંતશાહી વ્યવસ્થાનું આર્થિક અને રાજકીયકરણ દર્શાવે છે.

    હરિષેણ પાસે અન્ય એક બિરુદ “ખાદ્યાતાપકીકા” (શાહી રસોડાનો વડો) હતું. તે ઉપરાત તે “સંધિવિગ્રહક” હતો. ચંદ્રગુપ્તને સિક્કામાં સિંહ પર બેઠેલા જ્યારે સમુદ્રગુપ્તને વાઘ પર બેઠેલા દર્શાવાયો છે. ચંદ્રગુપ્ત બીજો “દેવગુપ્તધવ” થી પણ ઓળખાતો.

    ગુપ્ત શાસકોનું સૌથી ઉદાત પ્રદાન ભારતીય કલાના વિકાસમાં છે. અયોધ્યા એક અગત્યનું વહીવટી કેન્દ્ર હતું. પાટલિપુત્ર રાજકીય પાટનગર હતું. ઉજ્જૈન પણ પાટનગર હતું. વૈશાલી મુખ્ય ઔધોગિક કેન્દ્ર હતું. ફાહિયાન (399-414)ના માતાનુસાર બધા જ પ્રકારના દાન-દક્ષિણવાળા સ્થાન-સંસ્થાઓનો વિકાસ થયો હતો. અને વિનામુલ્યે સારવાર કરતાં ચિકિત્સાલયો હતા. વલ્લભીમાં દેવર્ધિદેવક્ષમાશ્રમણના વડપણ હેઠળ -5મી સદીમાં જૈન પરિષદ ભરાઇ. જેમાં જૈન ધર્મના તમામ આગમ ગ્રંથોનું સંકલન કરવામાં આવ્યું હતું. મેકસમૂલરના મતે ગુપ્તકાળ સંસ્કૃત માટે નવજાગૃતિકાળ હતો.

     ગુપ્ત સામ્રાજયના ધાર્મિક પાસા :- “પરમભાગવત” શબ્દ એ સમુદ્રગુપ્તના નાલંદા અને ગયા શિલાલેખમાં તેણે પોતાને માટે વાપર્યો છે. જે તેના સિક્કા પર પણ જોવા મળે છે. “ગરુડધ્વજ”નું ચિન્હ તે “ભાગવતધર્મી” હોવાનું દર્શાવે છે. “હતુંસમ હિસ્સાર” (હરિયાણા)માઠી મળી આવેલ શિલાલેખમાં ઘણા ભાગવત ધર્મ સાથે સંકળાયેલા શિક્ષકોના નામો આવે છે. જેમનો ઉલ્લેખ તત્વત્ત: તરીકે કરવામાં આવ્યો છે. તે મૂળત: “પંચરત્ન” અથવા “ભાગવત”નો સમાનાર્થી શબ્દ દર્શાવે છે. યોગ અને ભક્તિ વચ્ચેનો ગાઢ સંપર્ક એ તત્વત: ની ફિલોસોફી છે. જે ગીતાનું પ્રસિદ્ધ અને ખાસ લક્ષણ છે. મહારોલીનો લોહસ્તંભ એ રાજા ચંદ્રાએ વિષ્ણુપાડા પહાડી પર બનાવેલો મૂળ સ્તંભ છે. ગડહ શિલાલેખ (અલાહાબાદ)માં આવતા ચિત્રકૂટ સ્વામી અને આનંદસ્વામી જેવા શબ્દો વિષ્ણુ કે વાસુદેવનો નિર્દેશ કરે છે. પિસ્યાપૂરી એ લક્ષ્મીદેવીનું એક પ્રાદેશિક સ્વરૂપ છે. પલ્લવ રાજા વિષ્ણુગુપ્ત જે સમુદ્રગુપ્તનો સમકાલીન હતો. તે પણ વૈષ્ણવમાર્ગી હતો. બાદામીના ગુફાચિત્રો અને ત્યાં આવેલી મૂર્તિઓમાં પણ વૈષ્ણવધર્મ સ્પષ્ટ દ્રષ્ટિગોચર થાય છે. “શ્રી” અને “પૃથ્વીનો પતિ” એ ચાલુક્યો અને રાષ્ટ્રકૂટોના શિલાલેખો કે અભિલેખોમાં જોવા મળે છે. જે વૈષ્ણવધર્મ સાથે સંકળાયેલ છે. પૂનજન્મના સિદ્ધાંતનું સૌ પ્રથમ વખત વ્યવસ્થિત રીતે પ્રતિપાદન “ભાગવત ગીતામાં” થયેલું જોવા મળે છે. ગુપ્તયુગમાં વૈષ્ણવ અવતારો (દશાવતારો)ની ભક્તિનું મહાત્મ્ય વધુ પ્રચલિત થયું હતું. જે ઉદયગીરી, મહાબાલિપુરમ, બાડામી, ગાડવાહ અભિલેખોમાં જોવા મળે છે. ગુપ્તકાળમાં વ્યૂહા”ના સ્થાને “અવતાર” વિશે જોવા મળતો ધાર્મિક અભિગમ દર્શાવે છે કે ભાગવતધર્મ ક્રમશ: વૈષ્ણવધર્મમાં પરીવર્તન પામી રહ્યો હતો. “વિષ્ણુધર્મમ ઓટ્ટરમ” દ્વારા જાણવા મળે છે કે વિષ્ણુ ભગવાનની મૂર્તિમાં મધ્યમાં મનુષ્ય, ડાબી તરફ પાડો, જમણી તરફ સિંહ અને પાછળની તરફ રાક્ષસની પ્રતિકૃતિઓ વિષ્ણુની ચતુમૂર્તિ એટલે કે વ્યૂહનું પ્રતિક છે.

    એ વાતની ખાસ નોધ લેવી ઘટે કે પંચરત્નોનું તત્વજ્ઞાન નારાયણો અને બીજા પૌરાણિક પુસ્તકોમાં મૂળ વ્યૂહને નીચે મુજબ સમજાવે છે.

(1)  વાસુદેવ એ સર્વોચ્ચ સત્વ છે અને સંકર્ષણ(પ્રકૃતિ)એ તેનું તત્વ છે.

(2) પ્રદ્યુમન એ કોસ્મિક માઈન્ડ છે.

(3) અનિરુદ્ધ એ અહંકાર છે.

આ સમયમાં લક્ષ્મીજીનો વેપારીઓની દેવી તરીકે ઉદય જોવા મળે છે. દેવી “ભૂ”ને પણ વૈષ્ણવ દેવી તરીકે વર્ણવવામાં આવેલ છે અને પછીથી દક્ષિણ ભારતમાં “શ્રી” એ ”ભૂ” વિષ્ણુના બે મહત્વના અંગો બને છે. જ્યારે ઉત્તરમાં “શ્રી” અને “પુષ્ટિ” એ વિષ્ણુના બે અગત્યના અંગો બને છે. વૈષ્ણવધર્મના મઠોની સ્થાપના પણ આ સમયના શિલાલેખોમાં દષ્ટિગોચર થાય છે.

    આલવારો:- વૈષ્ણવ પંથ દક્ષિણ ભારતમાં સંતોના સમૂહ દ્વારા પ્રસાર પામ્યો જેઓ મોટા ભાગે તમિલ હતા અને તેઓ આલવાર તરીકે ઓળખાવા લાગ્યા. આલવાર એ તમિલ શબ્દ છે. જેનો અર્થ “ઉદભવવું” એવો થાય છે. આલવારો દ્વારા રચાયલા ગીતો “દિવ્યપ્રબંધ” કે “નાલ્લરીય પ્રબંધ” તરીકે પ્રસિદ્ધ થયા હતા. આ સંતોમાં જાત કે લિંગનો કોઈ ભેદભાવ ન હતો. 

    વૈષ્ણવ ધર્મની સાહિત્યિક પાશ્ર્વભૂમિકા:- મહાભારતના શાંતિપર્વમાં નર વાણી, હરિવંશ, મહાકાવ્ય(400ઈ.સ), કાશ્મીરમાં વ્યુહોની શાખા અને હતાસંહિતાઆગમ તંત્ર એ વૈષ્ણવ ધર્મના મુખ્ય સાહિત્યિક સ્ત્રોત ગણાવી શકાય. આ ધર્મ સાથે સંકળાયેલ સંપૂર્ણ પંચરત્ન પુસ્તિકામાં મુખ્ય ચાર વિષયો (1) ચાર્ય(આચાર) (2) ક્રિયા (3) જ્ઞાન (4) યોગ નો સમાવેશ થાય છે. વિષ્ણુપુરાણ ભાગવતધર્મ સાથે સંકળાયેલ સૌથી જૂનું અને ઉત્તમ પુસ્તક ગણાય છે. જેને પછીથી ભાગવતધર્મમાં વિષ્ણુ ભક્તિને ખૂબ જ સુંદર રૂપ આપ્યું. વૈષ્ણવ ઉપનિષદ, મહારાયણ, નરસિંમ્હપૂર્વ તપનીય, રામપૂર્વ તપનીય, રામ ઉત્તર તપનીય પણ અગત્યના સાહિત્યિક સ્ત્રોત છે. જેમાટી વૈષ્ણવ ધર્મ વિષે ઘણી જાણકારી મળી રહે છે.

    શૈવધર્મ :- ઉદયગીરી ગુફામાથી મળી આવેલ અભિલેખો શૈવધર્મના છે. જાનેન્દ્ર (જનજાતિનો નેતા) યશોધર્મનના 6ઠ્ઠી સદીના મંદસોર અભિલેખમાં મિહિરકુળનો ભગવાન શિવાની પૂજા કરતો દર્શાવવામાં આવેલ છે. વલ્લભીના મૈત્રકો શરૂઆતમાં પરમ ભટ્ટરકા હતા. જેઓ પછીથી “પરમ માહેશ્વરા “ બન્યા. આ સમયે શિવ માટે “ત્રિપુરાન્તક”, અને “મિનિરેસ્વરા” જેવા શબ્દોનો પ્રયોગ થયેલો છે. શિવલિંગ માટે “કપિલેશ્વરા” શબ્દ પ્રયોજાયો છે. શૈવ ધર્મની પાશુપાત શાખામાં “કર્મદંડ” અને “નિર્માન્ડ” રેકર્ડસમાં લાકુલીશપશુપાતનો સૌ પ્રથમ ઉલ્લેખ ચંદ્રગુપ્ત બીજાના મથુરા અભિલેખમાં જોવા મળે છે. સોમનાથના ચિંત્રા પ્રશસ્તિ અભિલેખમાં પણ પાશુપત શાખા જણાય છે. (સિન્ટ્રા અભિલેખ જે હાલ પોર્ટુગલ પાસે આવેલો છે.)”હ્યુ-એન-ત્સાંગ” પોતાના “સીયુકી” ગ્રંથમાં બનારસમાં 10,000 જેટલા પાશુપત સંપ્રદાય સાથે સંકળાયેલા લોકો વસે છે તેમ જણાવે છે. માળવા પ્રદેશ (એમ.પી)માં પાશુપત સપરદાય સાથે સંકળાયેલ શિવના ઘણા મંદિરો જોવા મળે છે.

     કાપાલિક અને કાલમુખ(પાશુપતમાથી જન્મેલ અનેક શાખા) :- ગુપતકાળમાં પાશુપત શાખા એ શૈવધર્મની મુખ્ય શાખા બની. ઉદકકરા(બળદ જેવા અવાજે ભાભરવું) એ પૂજાની પદ્ધતિ દર્શાવે છે. બાણે પાશુપાતનો લાલ રંગના વસ્ત્રોમાં સજ્જ હોવાનું વર્ણવ્યુ છે. કાપાલિકો વિષે ભાવભૂતિના “માલતીમાધવ” માં જે વર્ણન આવે છે. તે પાશુપતો સાથે સામ્ય ધરાવે છે. શૈવ ધર્મની આ મુખ્ય શાખા “લાકુલીશે” મુખ્ય પાંચ વિષયમાં પ્રસ્તુત કર્યા છે. (1) કાર્ય (2) કારણ (3) યોગ (4) વિધિ (5) દુર્ખાટ. સાધ્ય એ સંપૂર્ણ સ્વતંત્રતા દર્શાવતો શબ્દ છે. સૌમ્ય શાખા પાશુપાત સંપ્રદાય સાથે સંકળાયેલી છે. કાપાલિક અને કાલમુખ અંતિમમાર્ગી હતા. અને શિવના ગૃહરુદ્રા એટલે કે રુદ્ર સ્વરૂપ સાથે સંકળાયેલા હતા. જ્યારે સૌમ્ય શાખાના શૈવધર્મીઓ નરમ વલણ ધરાવતા હતા. આ સૌમ્ય સંપ્રદાયની એક શાખા “શિવસૂત્ર”-કાશ્મીરમાં પ્રચલિત થઈ હતી. આ શાખામાં શિવના ત્રણ સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે.( સૌમ્ય ફિલોસોફી ઓફ ધ લોર્ડ શિવા).  (1) પતી-શિવ (2)પશુ-શક્તિ (3) પૂષા-અનુ. આ તત્વજ્ઞાનને ત્રિકાજ્ઞાન (ત્રિકા સિસ્ટમ)તરીકે વર્ણવવામાં આવે છે. “મત્થમયૂરા” એ મધ્યકાલીન ભારતમાં શૈવધર્મી સાધુઓનો એક વર્ગ હતો. જેનો ઉલ્લેખ સાહિત્યમાં જોવા મળે છે.

     દક્ષિણમાં શૈવધર્મ :- (1) નયનાર કે નયન્મ્યાર નામના તમિલ પ્રદેશના સંતો શૈવધર્મ સાથે સંકળાયેલા હતા. (2) દેવરામ-તમિલ સાહિત્યમાં ઉદઘોષિત થતો શૈવ ધર્મ છે. “સિદ્ધાંતસૂત્રો” એ સાહિત્યનો એક એવો ભવિભાગ છે કે જે શૈવધર્મીઓના સિદ્ધાંત આપનારાઓનો એક સમૂહ કે જે સનાતન આચાર્યથી ઓળખાય છે જે શૈવ ધર્મનું તત્વજ્ઞાનીય સ્વરૂપ પ્રદર્શિત કરે છે.

     શાક્તધર્મ – શક્તિધર્મ :- શાક્તધર્મની પૂજાની મુખ્યમૂર્તિ “દુર્ગમહિષાસુર” મર્દિનહીં એ ગુપ્તકાળની શરૂઆતમાં જ વિકસી ચૂકી હતી. ગુપ્તકાળમાં 12 હાથીવાળી દેવી અને પાસે 4 હાથવાળા વિષ્ણુનો ઉલ્લેખ ચંદ્રગુપ્ત બીજાના ઉદયગીરી અભિલેખમાં જોવા મળે છે. એકાંશ પણ દુર્ગાનું પ્રતિક છે. જે ગંગધાર(પશ્ર્ચિમ માળવા)માં જોવા મળે છે. શરૂઆતના ચાલુક્યો પોતાને “માનવળ્યા” ગણતા અને પોતાને “હરિતિ”માથી ઉતરી આવેલા ઓળખાવતા. જે શાક્તસંપ્રદાયનું પ્રચલન દર્શાવે છે. “સપ્તમાતૃકા” અને તેની સાથે “સ્વામી” મહેસાના(કાર્તિકેય)ની પૂજા શરૂઆતના કદમ્બો કરતાં જેના પુરાવા દેવગઢ (મધ્યપ્રદેશ)માથી મળી આવ્યા છે. કાત્યાયની એ મહિષાસુરમર્દીનીનું બીજું નામ છે.

     6ઠ્ઠી સદીમાં તંત્રવિદ્યાનો વિકાસ :- “મહામયૂરી” એ સંસ્કૃતમાં લખાયેલ બૌદ્ધધર્મનું પુસ્તક છે. જેમાં તંત્રવિદ્યા વિષે પ્રચુર માહિતી મળે છે. એટલું જ નહીં તંત્ર સાથે સંકળાયેલ હેવર્જતંત્રમાં વિવિધ ધાર્મિક પાસાઓનું વર્ણન થયેલ છે.

     સૂર્યપૂજા :- અનંતગીરી એ 6 શાખાઓમાં સૂર્યપૂજકોને વહેચ્યા છે. આ સમયે થતી સૂર્યગાયત્રિની પૂજા પર ઇરાનના મિત્રોનો પ્રભાવ જોવા મળે છે. ભારતમાં સૌ પ્રથમ સૂર્યમંદિર તક્ષશિલામાં બંધાયું હતું. જેનું વર્ણન “એપોલોનીયસે” કર્યું છે. કુમારુપ્ત પ્રથમના મંદસોર શિલાલેખમાં તેને એક સૂર્યમંદિર બંધાવ્યું હોવાનો ઉલ્લેખ છેહ્યુ-એન-ત્સાગના મતાનુસાર કનોજમાં એક સૂર્યમંદિર હતું.

   અન્ય અગત્યના ધાર્મિક ક્ષેત્રોમાં “એકમરાક્ષેત્ર” જે ભુવનેશ્વરમાં આવેલું શૈવધર્મ મંદિર, શ્રીક્ષેત્ર-પુરીમાં આવેલ વૈષ્ણવમંદિર, વિરાજક્ષેત્ર-જયપુરમાં આવેલ શાક્તમંદિર, અરકક્ષેત્રમાં આવેલ કોણાર્કનું સૂર્યમંદિર.

     કાર્તિકેય :- કાર્તિકેય એ પોરાણિક સાહિત્ય મુજબ ભગવાન શિવના પુત્ર હતા. યુદેહા જનજાતિ અને મત્તમયૂરા વિભાગ સાથે તેઓ સંકળાયેલા છે. જેમાં કાર્તિકેયને “કુમારસ્વામી” તરીકે ઓળખવામાં આવે છે. તમિલ સાહિત્યમાં “મુરગન” તરીકે આવતા દેવ કાર્તિકેય છે.

     ગણપતિ:- ગણપતિએ વરાહમિહિરના સમય બાદ થયેલો વિકાસ છે. ઈ.સ. 7મિ સદીની ગાર્ડેઝ (કાબુલ પાસે)માઠી ગણપતિની મહાવિનાયકા કહેવાતી આરસપહાણની મૂર્તિ મળી આવી છેજે તેમનો ઉત્તર પશ્ર્ચિમ ભારતમાં વિકાસ બતાવે છે.

     જૈનધર્મ :-  દખ્ખણમાં –પુલકેશી દ્વિતીય પ્રખર જૈન હતો અને તેનો વિદરણ કવિ “રવિકીર્તિ”જૈન હતો. જેમણે મેઘાતીથી મંદિર અહિયોલમાં બનાવ્યું. સામાન્ય લોકો સાથેનો સંપર્કને કારણે આ સમયમાં જૈન ધર્મનો સારો વીકાસ થયો. અહિંસા એ જૈનધર્મનો મુખ્ય સિદ્ધાંત હતો. અત્યારે જૈન સંસ્કૃતિના તેનાથી ખૂબ ઓછા પુરાવા મળે છે. જેમાં અથર્વાતુનું “ભારતા”, પંડકવી, કવિ જનાસર્વમનની કવિતાઓ પર જૈન ધર્મનો પ્રભાવ જણાય છે.

     દક્ષિણ ભારત :- સર્વાનંદીએ મૂળભૂત લોકવિભાગ નામે જૈનપુસ્તક ઈ.સ.458માં લખ્યું. મૂળસંઘ એ ઉત્તરમાથી દક્ષિણમાં આવેલા જૈનોનું મૂળભૂત જૂથ છે. જે ઘણી વાર “દ્રવિડ સંઘ “ તરીકે પણ દક્ષિણના સાહિત્યમાં જોવા મળે છે. કાલભ્રા જે તમિલદેશના હતા જેઓ પણ જૈન ધર્મના ઉપાસકો હતા. મનતપમ જે પ્રખ્યાત મદુરાના મીનાક્ષીમંદિરની પાસે આવેલો સુવર્ણ કૂવો (ટેન્ક) છે જે હિન્દુધર્મ અને જૈનધર્મ વચ્ચેના સંઘર્ષનું પ્રતિક છે.

     ઉત્તર ભારત :- જૈન સાધુઓને તોરમાણોએ પોતાના ગુરૂ તરીકે સ્વીકાર્યા હતા. ધીમે ધીમે જૈન સાધુઓ મંદિરમાં સ્થાયી નિવાસ કરવા લાગ્યા. પરિણામે ચૈત્યવાસ નાની સંસ્થા વિકસી. અને ભટ્ટારકાની સંસ્થા(ધાર્મિક વડાની સંસ્થા)નો વિકાસ થયો. અને વિહાર (પરીભ્રમણ) ની સંસ્થા ક્રમશ: ઘટવા લાગી. વલ્લભીની સભા એ આ સમયમાં જૈનોના ધાર્મિક સિદ્ધાંતોમાં સંપાદન માત્ર સૌથી મહત્વની ઘટના હતી. જેમાં સંઘભદ્ર અને જીનભદ્ર ભાષ્ય અને પાકૃત ગાથાઓ લખી. જૈન લેખકોએ ઉત્તરમાં અપભ્રંશ(પ્રાકૃત) સાહિત્ય અને દક્ષિણમાં કન્નડ સાહિત્યનો વિકાસ કર્યો. પુષ્પપંડે “મહાપુરાણ” ઈ.સ. 959 માં લખ્યું. જ્યારે તુડિગા કે ક્રુષ્ણરાષ્ટ્રકુટ આ સમયે તેના ચોલ વિજયનોમહોત્સવ મનાવી રહ્યો હતો. દક્ષિણાંના પાંચ મહાકાવ્યોમાંથી ત્રણ જૈનલેખકોએ લખ્યા જે આ પ્રમાણે છે. (1) શીલપદિદકારમ (2) વલયાપદદી (3) ચિંતામણી. જ્યારે નાના કાવ્યોમાં “નીલાકેશી” મહત્વનુ જૈન પ્રદાન છે. તથા ઉદયન કાવ્ય પણ અગત્યનું છે. કન્નડ ભાષામાં સૌ પ્રથમ રચના “કવિરાજમાર્ગ” જે અમોધવર્ષ દ્વારા રચાયલી હતી. ગુજરાતમાં આ સમયે જૈનધર્મનો ઘણો વિકાસ થયો. જૈનધર્મના સિદ્ધાંતિક નિયમો ઉમાસ્વતી એ “હતારવ્રત્થાસૂત્ર” માં આપેલા છે જે જૈનધર્મના મૂળભૂત લક્ષણો દર્શાવે છે. આ સમયે “સ્યાદવાદ” અને “નયવાદ” એ તેના વિકાસના અંતિમ તબક્કે પોહચે છે. અને અહિંસા જૈનોની દરેક શાખાનો મૂળભૂત સિદ્ધાત બન્યો. આ સમયના દક્ષિણના મંદિરોમાં માનસ્તંભો જોવા મળે છે. અને મઠ અને ભટ્ટારકાઓની સંસ્થાઓ આ સમયમાં વિકાસ પામી હોય તેમ જણાય છે.

     બૌદ્ધધર્મ :- સમુદ્રગુપ્ત બૌદ્ધધર્મનો મહારક્ષક હતો. જેણે બૌદ્ધધર્મના મહાન તત્વજ્ઞાની “વસુબંધુ”ને આશ્રય આપ્યો હતો. આ વસુબંધુએ માહાયાન શાખાના આદર્શ તત્વજ્ઞાનની વાખ્યા અને સ્થાપના કરી હતી. જેને “વિજ્ઞાનવાદ” થી ઓળખવામાં આવે છે. સમુદ્રગુપ્તના શાસનમાં શ્રીલંકાના રાજા મેઘાવર્ણાએ સાધુ મહાનામમને બુહારમાં બૌદ્ધગયા ખાતે બૌદ્ધ માટે એક મઠ સ્થાપવા મોકલ્યો હતો. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ફાહિયાન ભારતમાં આવ્યો હતો. હ્યુ-એન-ત્સાગ કહે છે કે નાલંદા મઠ શંકરાદિત્યે બંધાવ્યો હતો. રાજા હર્ષ જે તેના શરૂઆતના સમયમાં શૈવ હતો તે પછીથી બૌદ્ધધર્મની મહાયાન શાખાનો મહાન શિષ્ય બન્યો. તેણે નાલંદામાં ઘણા બૌદ્ધમઠ બનાવડાવ્યા હતા. જ્યારે તેનો દુષ્મન શશાંક બૌદ્ધધર્મનો પ્રખર વિરોધી હતો. જેણે બૌધિવૃક્ષને સળગાવી નાખ્યું હતું અને બુદ્ધના પગલાનો વીનાશ કર્યો હતો. પશ્ર્ચીમના વલ્લભીના મૈત્રકો પણ બૌદ્ધધર્મના રક્ષક હતા. બંગાળના પાલ રાજાઓ પોતાને બૌદ્ધ ગણતા અને “પરમસૌગાત” તરીકે ઓળખાવતા.

     બૌદ્ધધર્મના અગત્યના સ્થળો :-  કશ્મીર ગુપ્તકાળમાં બૌદ્ધધર્મનું મહત્વનુ કેન્દ્ર હતું. જે કુષાણ સમયથી જ પ્રખ્યાત હતું અને બૌદ્ધ સર્વસ્થિવાદ તથા મૂળસર્વસ્થિવાદ શાખાનું ધાર્મિક સાહિત્ય અહી નિર્માણ પામ્યું હતું. જે મૂળત: સંસ્કૃતમાં લખાયલુ અને આ સમયે બૌદ્ધધર્મ અને શિક્ષણનું આ એકા જ સંસ્થાકીય કેન્દ્ર હતું. હ્યુ-એન-ત્સાગના મતાનુસાર “આસંગ” અને “વસુબંધ”એ મૂળ અયોધ્યાના નિવાસી હતા. હ્યુ-છી-લુન નામના એક ચીની યાત્રીએ નાલંદા સાંડથાનું મહત્વપૂણ વર્ણન કર્યું છે. જેમાં આ સંસ્થાએ 201 ગામડાઓ નિભાવ માટે આપવામાં આવેલા. 8મી સદીના અંત ભાગમાં જ્યારે નાલંદાનું પતન થયું ત્યારે ધર્મપાલે “વિક્રમશીલા”મઠ  વિદ્યાપીઠની સ્થાપના કરી. વિક્રમશીલા વિદ્યાપીઠમાં તિબેટના ઘણા બૌદ્ધ ધર્મગ્રંથોનું સંપાદન કરવામાં આવ્યું હતું. તદૌપરાત પાલ રાજાઓએ પૂર્વભારતમાં “ઉદાંતાપુરી” નામના સ્થળે વિક્રમશીલા જેવી જ ઉદાંતાપુરી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.

     બૌદ્ધધર્મની અગત્યની શાખાઓ :- મહાયાન શાખાનો વિકાસ થયો અને તેની ચાર શાખાઓ વિકસી. હ્યુ-એન-ત્સાગ હીનયાનની ત્રણ શાખાઓનો ઉલ્લેખ કરે છે. (1) મહાસંગીકા (20 સર્વાસ્થિવાદ (3) મહિશાસકાનો સમાવેશ થાય છે. અમામિત્યા આ સમયની સૌથી અગત્યની હીનયાન શાખા હતી. તત્વચિંતનની દ્રષ્ટિએ આ સમયે હીનયાનની મુખ્ય શાખાઓ વિભાષિકા અને સંત્રાતિકા હતી. દક્ષિણમાં હીનયાન શાખા વિકસી જ્યારે ઉત્તરમાં મહાયાન શાખાનો વિકાસ થયો. યોગાચાર શાખાનો પણ વિકાસ થયો. પછીથી યોગાચાર અને માધ્યમિક શાખાઓ ક્રમશ: લુપ્ત થઈ ગઈ.

    બૌદ્ધધર્મમા તંત્રયાન એટલે કે તાંત્રિક બૌદ્ધધર્મનો આ સમયમાં વિકાસ થયો જેમાં, મુખ્યત્વે “વ્રજ્રયાન”, “સહજયાન”, અને “કાલચક્રયાન” નો સમાવેશ થાય છે. જેના મુખ્ય સાધુઓને સીદ્ધ કે શિદ્ધાચાર્ય તરીકે ઓળખવામાં આવતા હતા. વ્રજ્રયાન અને સહજયાન એ તાંત્રિક શાખાના અગત્યના પાસા દર્શાવે છે. જેના મુખ્ય સિદ્ધાંતો માધ્યમિક શાખા દ્વારા પૂરા પાડવામાં આવલા તે પ્રમાણે સૌથી મોટું જ્ઞાનએ “શૂન્યતા” છે. અને સાપેક્ષતાનું જ્ઞાન અસ્તિત્વ માટે જરૂરી છે. સત્યના બે પાસા હોય છે. સંપૂર્ણ(નિરપેક્ષ) અને સાપેક્ષ જેને સમવૃતિકા અને પરમવૃતિકા તરીકે ઓળખવામાં આવે છે. સહજયાન મંત્ર, તિથી, અને નક્ષત્રોની વ્યાખ્યા કરે છે. પરિણામે આ સમયમાં જ્યોતિષ અને ખગોળવિદ્યાનું ધાર્મિક ક્ષેત્રોમાં આગમન થાય છે. પરંટી, કાલાચાર એ બધી તાંત્રિક શાખાઓમાં સામાન રીતે વ્યાપ્ત છે.

     ભારતીય મૂર્તિકલા :- વૈદિક આર્યોનો ધર્મ એ કુદરતી અને તાત્વિક રીતે યજ્ઞોનો ફાળો વિશેષ હોય તેવા પ્રકારનો હતો. હિરેક્લસની મૂર્તિઓ મોટે ભાગે ક્રુષ્ણ ભગવાન જેવી હતી અને તે અભિસારિકાહેતુ માટેહેતુ માટે બનાવેલી જોવા મળે છે. ભારતમાં મૂર્તિપૂજા એ ઈસુખ્રિસ્ત પૂર્વેના સમયમાં જ વિકસિત થઈ ચૂકી હતી. ભગવાન શિવ ઇન્ડો-સીથીયન મેઉઝ રાજાના સિક્કા પર જોવા મળે છે. 6માથાવાળા કાર્તિકેય યોદેહોના સિક્કામાં જોવા મળે છે. કનિષકના સિક્કામાં બૂદ્ધની છાપ જોવા મળે છે. જૈનધર્મના એક વિધાન પ્રમાણે મહાવીર તેમના જીવનકાળ દરમિયાન જ મૂર્તિરૂપે પૂજાતા થઈ ગયા છે. મનુષ્યનું પ્રાચીન મૂર્તિકારો દ્વારા નીચે પ્રમાણે વિભાજન થયુ. (1) હંસ (20 સસા (3) રુચકા (4) ભદ્ર (5) માલવ્ય. હિન્દુઓ દ્વારા પંચમૂર્તિ સ્વરૂપે પૂજાતા દેવો વિષ્ણુ, દેવી, ગણપતિ, સૂરિ અને શિવ છે. ગંડાકી (ઉત્તરભારત) સ્થળેથી વિષ્ણુને પથ્થરના પ્રતિક રૂપે પણ પૂજાતા હોવાના પૂરાવા પ્રાપ્ત થયા છે. આ પથ્થર શાલિગ્રામ તરીકે ઓળખાય છે. વિષ્ણુ પૂજાનું સંપૂર્ણ વિકસિત સ્વરૂપ 3જી 4થી સદીમાં વિકાસ પામ્યું હોય તેમ જણાય છે. વિષ્ણુની મૂર્તિ સાથે સંકળાયેલ બાબતોમાં ધ્રુવબરા એટલે સ્થાનિક મૂર્તિ, વ્યૂહા એટલે માનવીય સ્વરૂપની મૂર્તિ. વિભાગ એટલે પૂનજન્મ દર્શાવતી મૂર્તિનો સમાવેશ થાય છે. વિષ્ણુની મૂર્તિના ક્લાસિકલ સ્વરૂપને દર્શાવતી પ્રક્રિયા પંચતંત્ર તત્વજ્ઞાન શાખા દ્વારા વિકાસ પામી. વ્યુહ દ્વારા વિષ્ણુના 24 રૂપો જે સામાન્ય રીતે કેશવદી, સર્વિમસતી, મૂરતયા તરીકે ઓળખાય છે. જેમાં ચાર હાથોવાળી મૂર્તિમાં એક હાથમાં લાકડી, એકમાં શંખ, એકમાં ચક્ર, એકમાં ગદા અને પધ્મ ધારણ કરેલ જોવા મળે છે. રામઅવતાર (ધનુષ્ય અને બાણ ધારણ કરેલા) જ્યારે બલરામ (હળ અને મૂશળ)ના પૂરાવા પ્રાપ્ત થાય છે. કૃષ્ણા અવતારનું સૌ પ્રથમ સ્વરૂપ એગેથોક્લીટસના સિક્કા પર જોવા મળે છે. વિષ્ણુનું કલ્કિ સ્વરૂપ મૂળત: બૌદ્ધધર્મની અસર નીચે વિકસ્યું. હોય તેમ જણાય છે. વિષ્ણુને આયુધ પુરુષ તરીકે વૈષ્ણવધર્મી વિદ્રાનોએ પ્રદર્શિત કર્યા. અને ગરુડ પક્ષીને વિષ્ણુના પ્રતિક તરીકે નિર્દેશિત કર્યું.

    શિવ :- શિવનો સિદ્ધાંત એ પૂરવવૈદિકકાલીન દેવ શિવ પશુપતિ અને વૈદિકકલીન દેવ રુદ્રના જોડાણથી ઉદભવેલો હતો. શિવના “બાણલિંગ પથ્થર” (જે નર્મદા નદીના કિનારે મળી આવે છે.) શિવ પૂજા સાથે સનકળાયેલી મૂળ બાબત છે. સર્વ બ્રહ્માડનો સિદ્ધાત નટરાજ તરીકે ઓળખાતા શિવાની નૃત્યમૂર્તિ માથી મળે છે. તેનો પ્રથમ પૂરાવો ચોલ શાસનમાં 9મી સદીમાં જોવા મળે છે. ઈલોરા અને એલિફન્ટાની ગુફાઓમાં મળતા શિવ અષ્ટભુજાવાળા છે જે હાથમાં ત્રિશૂળ, ખડક, ડમરુ, કપાલ વગેરે ધારણ કરેલા છે.

    સૂર્ય :-  સિંધુખીણના લોકો પણ આ દેવાની પૂજા કરતાં હોય તેમ લાગે છે. ઇરાનના દેવ “મિત્ર” પણ આ દેવ સાથે સંકળાયેલા છે. સૂર્યના કુળ સાથે સંકળાયેલ અન્ય દેવ “રેવાન્તા” છે. સરૂયાતમાં સૂર્ય વાતાવરણના દેવ હતા. અને સંજ્ઞા દ્વારા પૂજાતા હતા. બોધગયાના સૂર્ય ગ્રીક દેવતા હેલિયોસ દેવ સાથે સામ્ય ધરાવે છે. જે દક્ષિણ અને ઉત્તરમાં પૂજાતા સૂર્ય કરતાં અલગ સ્વરૂપે છે.

    દેવી :- મોહે-ન્જો-દરોની મુદ્રામાં આલેખાયલા બે ઝાડ વચ્ચેની દેવીને લક્ષ્મીનું પોરાણિક સ્વરૂપ ગણી શકાય. વૈદિક પુસ્તકોમાં “વાક” નામની દેવીનો ઉલ્લેખ છેઅંબિકા અને રુરુદ્રની બહેન તરીકે “વાજસ્નેય” હતાસંહિતામાં ઉલ્લેખાયેલ છે. અઝેસના સિક્કામાં સૌ પ્રથમવાર દુર્ગા શબ્દ જોવા મળે છે. હુવિષ્કાના સિક્કામાં ઉમાદેવીનો ઉલ્લેખ છે. સર્વવાણી એ પાર્વતી અને ગૌરીનું સ્વરૂપ છે. વ્યાનંત્ર દેવતા(વન દેવતા) હિંદુમાથી જૈનધર્મમાં પ્રવેશ્યા હોઈ તેમ જણાય છે. એકાંશા-એ ત્રિરૂપ છે. તેમાં રામ, લક્ષજણ અને સિતાનો સમાવેશ થાય છે. જ્યેષ્ઠ(જેષ્ઠ)ના પ્રતીકો પ્રથમ વખત કૈલાશનાથ સ્થળે મળે છે. અને તેનો બીજો ભાગ શીતળા દક્ષિણ ભારતની દેવીઓની જેમ વાદરા પર બેઠેલા જોવા મળે છે જે પછીથી શીતળાની દેવી તરીકે પ્રચલિત થયા. નાગિની પણ દેવી હતા. મહિષામમર્દીનીનું રૌદ્ર સ્વરૂપ ગુપ્ત સમયમાં વિકાસ પામ્યું હોય એમ જણાય છે. ઉત્તરગુપ્ત સમયમાં સપ્તમાતૃકા દેવીઓ (દરેકના હાથમાં એક બાળક હોય એવી ) જોવા મળે છે.

    ગણપતિ :- તેમના બે સ્વરૂપ વિઘ્નેશ્વરા અને સિદ્ધિદાતા છે. સૌ પ્રથમ ગણપતિ શબ્દ ઋગ્વેદમાં જોવા મળે છે. રત્ત એ તેમના નામના તોફાની સ્વરૂપ સાથે સંકળાયેલું રૂપ છે.  

    બ્રહ્મા:- આ વૈદિક દેવ પછીથી પોતાનું પ્રભુત્વ ગુમાવે છે. જૈન મૂર્તિઓમાં તે દિગપાલ કે યક્ષ તરીકે જોવા મળે છે.

    કાર્તિકેય :- તે સ્કંધકુમાર સુબ્રમણ્યમ તરીકે ઉલ્લેખાયા છે. મરઘો અને મોર તેમના વાહન છે. તેનું વિશાકા સ્વરૂપ ગધેડા સાથે સંકળાયલ છે.

   દિગપાલ અને લોકપાલ દુનિયાના રક્ષક તરીકે પૂજાયા છે. ઈન્દ્ર હાથી, વીજળી, બકરી, કુંડી સાથે સંકળાયેલ દેવ છે. અગ્નિ ભૂંડ (વાહન) સાથે સંકળાયેલ છે. નિરીતી વાદરા(વાહન) સાથે સંકળાયેલ છે. કુબેર હાથી અને ઈશાન બળદ સાથે સંકળાયેલ છે. ઈલાપત્ર અને ચક્રવાક પ્રતિમાઓ નાગાવંશ સાથે સંકળાયેલી છેવિદ્યાધરો, ગંધર્વો, અને કિન્નરોએ અર્ધદેવોનું જૂથ બનાવે છે. આ સમયના મળી આવેલા હરિહરા સિક્કામાં ત્રણ માથાવાળા શિવ જોવા મળે છે. જે હુવિષ્કાના સામ્રાજ્યમાં અને પછી બદામીના ચાલુક્યવંશી રાજાઓના સિક્કા પર પણ જોવા મળે છે. દત્રાત્તેય એ હરી અને હારા એમ બંને દેવોનું એક જ સ્વરૂપ છે. પિતામહ એ બ્રહ્માનું હરી અને હારા સાથે સંકળાયેલું વિશિષ્ટ સ્વરૂપ છે.

    બૌદ્ધ મૂર્તિકલા :- બુદ્ધની પ્રથમ તારીખ આપી શકાય તેવી પ્રતિમા કનિષકના સમયમાં મળે છે. હિન્દુઓની “દુર્ગા”ની જેમ બૌદ્ધોમાં “હતારા”દેવી છે.

    જૈન મૂર્તિકલા :- હાથી ગુફા આબિલેખ પરથી જૈનોના દક્ષિણ પ્રસારની માહિતી મળે છે. ઉદયગીરી અને ખંડગીરી આ સમયમાં જૈનકલાના મહત્વપૂર્ણ સ્થળો હતા. વિખ્યાત અભયમૂર્તિ એ જૈનમૂર્તિ છે.

    સામાજિક-આર્થિક પરિસ્થિતી :- જાતિ શબ્દ મૂળભૂત રીતે જનજાતિય સમૂહ સાથે સંકળાયેલો છે. પતંજલિએ મહાભાષ્યમાં પરદેશીઓ માટે “અનારવસીતા” અર્થાત “શુદ્ધ શૂદ્ર” શબ્દ પ્રયોજયો છે. બ્રાહ્મણ પિતા અને ક્ષત્રિય માતાનો પુત્ર “મુદ્રભિષ્ટિકા” તરીકે ઓળખાવવામાં આવતો. કલચૂરિવંશના લોકો મૂલત: તુર્કીથી આવેલો છે. રાવલ શબ્દ સૌ પ્રથમ રાજાના કુળ માટે ત્યાર બાદ સમગ્ર રાજવી કુળ માટે અને પછી સદગૃહસ્થો માટે વપરાતો થયો. કાયસ્થ શરૂઆતમાં કોઈ પણ જાતિ માઠી આવતા હતા. પરંતુ ક્રમશ: તેઓ પોતે જ એક વર્ગ બન્યા. “યમ” અને “સતિપતિ” નામના વિદ્રાનોએ તેમના નિબંધોમાં બ્રાહ્મણોના નામ પછી શર્મન અથવા દેવ, ક્ષત્રિયોમાં વર્મન કે ત્રાત્રિય, વૈશ્યોની પાછળ ગુપ્તા, દત્તા, ભૂતિ થતાં શૂદ્રોની પાછળ દાસ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ સમયમાં નિમ્ન વર્ણના લોકો માટે “અંત્યજ” શબ્દનો ઉપયોગ શરૂ થયો. ગુલામીપ્રથા અસ્તિત્વમાં હતી પરંતુ તેમની સ્થિતિ અત્યંજો કરતાં સારી હતી. નારદે દાસપ્રથાનું સવિસ્તાર વર્ણન કર્યું છે. 

    લગ્ન અને કૌટુબિક જીવન:- યાજ્ઞવલ્કયના મત પ્રમાણે શૂદ્ર સ્ત્રીના પુત્રને તેના બ્રાહ્મણ પિતાની મિલકતમાં હક મળવો જોઈએ. કાલિવર્જ્ય- 9મી સદીમાં ઉદભવેલ લગ્ન વિશેનો વિચાર છે. જેમાં લગ્ન કઈ રીતે રોકવા તેની સમજણ આપવામાં આવેલ છે. આ વિચાર 12મી સદીમાં વિકસિત થયાનું જણાય છે. બૃહસ્પતિએ સંપત્તિની ફેરબદલીનો વિચાર આપ્યો પરંતુ જમીનની ફેરબદલી અંગે તેઓ મૌન રહ્યા છે. સતી પ્રથાનો સૌ પ્રથમ લેખિત પૂરાવો એરણ શિલાલેખમાં જોવા મળે છે. હ્યુ-એન-ત્સાગ ના મતે ભારતમાં કોઈ સ્ત્રી બીજી વખત લગ્ન કરતી નથી. હ્યુ-એન=ત્સાગ અને મેગેસ્થનીઝના મતે ભારતમાં આતરજ્ઞાતિય લગ્ન થતાં નથી. ઉચ્ચ જાતિની સ્ત્રીઓનુ શોષણ આ સમયમાં વધ્યું હોય તેમ જણાય છે. વાત્સાયનના મત પ્રમાણે જે સ્ત્રીને યૌવન પ્રાપ્ત થયું હોય તે જાતે જ લગ્ન કરવા સ્વતંત્ર છે. આ સમયે હિન્દુ કાયદાવિધિમાં મિતાક્ષરા તરીકે ઓળખાતી પદ્ધતિનો વિકાસ થયો. અન્ય એક પદ્ધતિ જે દાયભાગથી ઓળખાતી તે પણ આ સમયમાં પ્રચલિત હતી. મનુસ્મૃતિમાં 12 વિભાગમાં પુત્રોનું વિભાજન જોવા મળે છે. કાલિદાસની “શાકુંતલા” એ એક નિસંતાન વિધવાની સંપત્તિની બાબત સ્પષ્ટ કરે છે. ધનાઢ્યો આ સમયે પાણીની ઘડિયાળોનો ઉપયોગ કરતાં હતા. જે મોટે ભાગે ધાર્મિક સ્થળ અને સરકારી કચેરીઓમાં લગાવવામાં આવતી હતી. જેમાં દર 24 મિનિટે એક ચક્ર ફરતું હતું.

    શિક્ષણ, નૈતિક વિચારો, સામાન્ય માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ :- સંસ્કૃત કાવ્ય નિષ્પાદનમાં વૈદર્ભી અને ગાડીનો ઉલ્લેખ જોવા મળે છે. જે બિરાર અને પશ્ર્ચિમ બંગાળના પાલ(ગૌડી) શાસકોનો આશ્રયતળે વિકસિત થયેલી શૈલીઓ હતી. આ સમયે પાટલિપુત્ર અને ઉજ્જૈન એ શિક્ષણના મહાન કેન્દ્રો હતા. આર્યભટ્ટ-ખગોળશાસ્ત્રી કુસુમપુરા(પાટલિપુત્ર)નો નિવાસી હતો. આ સમયમાં મહાન કાલિદાસ થયા. વરીરુચિ-પ્રાકૃત ભાષાના વ્યાકરણશાસ્ત્રી હતા. બૌદ્ધ તત્વચિંતકોમાં આસંગ, વસુબંધુ અને દીનાજ મહત્વના હતા. શબ્દકોષ આપનાર અમરસિંહ એ “અમરકોષ”ના રચયિતા હતા. સંસ્કૃતના વ્યાકરણશાસ્ત્રી ચંદ્રગામીત, વરાહમિહિર, મહત્વપૂર્ણ ખગોળશાસ્ત્રી. ઉજ્જૈનમાં એક ઇરાનથી આવેલા સાધુઓનો વર્ગ પણ જોવા મળે છે. અન્ય મહત્વપૂર્ણ ખગોળશાસ્ત્રીઓમા પશ્તગુપ્ત અને બ્રહ્મગુપ્તનો સમાવેશ થાય છે. બ્રહ્મગુપ્ત ગણિતક્ષેત્રના પણ મહારથી હતા.  “માલતિમાધવ”ના રચયિતા ભવભૂતિ આ સમયમાં થયા. વલ્લભીના ભર્તુહરીએ ઉત્તમ કોટિના કવિ અને વ્યાકરણશાસ્ત્રી હતા. અબુમાશર( બલ્ખના નિવાસી હતા. જે દસ વર્ષ બનારસમાં રહ્યા હતા. ) મહાન કલા વિવેચક હતા. વરાહમિહિર પોતાને આવંતિકા(અવંતિના નિવાસી) તરીકે ઓળખાવે છે. બ્રાહ્મણ શિક્ષકો અને કર્ણા તરીકે પ્રચલિત લેખકારો જોવા મળે છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને “લીપશાળ” કહેવામા આવતા. શિક્ષકો ધારકાચાર્ય તરીકે પણ ઓળખાતા. નારદે કોઈ પણ કલામાં તાલીમના મહત્વની વાત કરી છે. વરાહમિહિરે શુકનશાસ્ત્રની વિગતવાર ચર્ચા કરી છે. ઉચ્ચવર્ણોમાં “એકાદશી વ્રત” ખૂબ જ પ્રચલિત હતું.

    આર્થિક પરિસ્થિતી :- ગુપ્તકાલીન વહીવટીતંત્રમાં અક્ષપટલ નામનો વિભાગ રાજ્યના રેકર્ડની સાચવણી કરતો એટલે કે રાજાના દફતર સાથે સંકળાયેલો હતો. આ વિભાગનો વડો પુષ્તપાલ હતો.

   ગુપ્તકાલીન મહેશૂલ વ્યવસ્થા અંતર્ગત જમીનને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવી.

(1)  લોકોના વસવાટની જમીન

(2)  ખેતીલાયક જમીન

(3)  ઘાસચારા(ગોચર) માટેની જમીન

રાજ્ય દ્વારા ભેટમાં અપાતી જમીનને “અપરદા”, “શાસના”, “ચતુર્વન્ય ગ્રામ”, “બ્રહ્મદેવા” કહેવાતી.

ગુપ્તકાલીન જમીન મહેશૂલ વ્યવસ્થા અંતર્ગત વ્યવસ્થા અંતર્ગત ગ્રામવાસીઓએ નીચે મુજબના કરવેરા આપવાના રહેતા.

(1)  ભોગ-રાજભોગનો કર.

(2)  ભાગ-રાજાને આપવાનો કર

(3)  કર-ધાન્ય દ્વારા આપવાનો કર

(4)  હરણ્ય-રોકડમાં ચૂકવાતો કર

(5)  પ્રત્યાયન-ફરજનો કર.

સામાન્ય ખેડૂતોને ખેતી સિવાય કોઈ અધિકાર ન હતા. ખેડાયલી ન હોય તેવી બધી ભૂમિ રાજ્યહસ્તક ગણાતી. ખેડાયલી જમીન સૈદ્ધાંતિક રીતે રાજાની ગણાતી. જેને માટે ખેડૂત કર ભરવો પડતો. પરંતુ રાજય તે જમીન ઝૂંટવી શકે નહીં. મનુનાં મતાનુસાર જે વ્યક્તિ જમીન પર પ્રથમવાર ખેતી કરે છે. તે તેનો માલિક ગણાતો. પરંતુ સ્પષ્ટ રીતે માલિકીનો અધિકાર દેખાતો નથી.

    ગુપ્તકાળમાં કેટલીક વિશિષ્ટ ખેતપદ્ધતિઓ જોવા મળે છે. જેમ, કે અટ્ટવી-પંચવર્ષીય ખેતી, ખીલા-ત્રિ વાર્ષિક ખેતી. ભૂમિચિદ-જમીનને કર મુક્ત કરવામાં આવતી પદ્ધતિ.

    આ સમયના કેટલાક પાક સંબંધિત માહિતી મળે છે. જેમાં ગાંધારમાં શેરડી થતી, દ્રાક્ષ અને કેસર ઉદયન દેશમાં થતાં. ઘઉં અને કઠોળ બેલાર ક્ષેત્રમાં થતાં.નારિયેળ-કામરૂપમાં પ્રખ્યાત હતા. કાલિદાસના રઘુવંશ મહાકાવ્યમાં ચોખા પકવવાની લોકપ્રિય રીતોનુ વર્ણન મળે છે. જે પ્રમાણે બંગાળમાં ચોખા સૌથી અગત્યનો પાક હતો. પેડી એ એક પ્રકારના ચોખાની જાત હતી તો ખરી એ અનાજના વજન સાથે સંકળાયલું માપ છે. 1 ખરી એટલે અઢી બંગાળી મણ(કોડી)થતું. તથા તેના 1050 ડિનાર થતાં. અન્ય માપ જોઈએ તો 7 યોજન =42 માઈલ અને 1 યોજન=6 માઈલ.

   હ્યુ-એન-ત્સાગ મુજબ કરવેરા સામાન્ય હતા. અને ભાગ્યેજ બરજબરીથી લેવાતા. રાજા કુલ ઉત્પાદનનો 1|6 ભાગ લેતો. મનુસ્મૃતિ પ્રમાણે રાજાએ ઊપજનો 1|10 ભાગ અથવા 1|8 જેટલો ભાગ કરવેરા તરીકે લેવો જોઈએ. અમુક સમયે જમીન માપણી માટે જુદાજુદા પ્રમાણો રાજા દ્વારા અમલમાં મૂકવામાં આવતા હતા. જેમાં નિવર્તના, પટ્ટીકહાલા, કેદારા, ભૂમોખંડકવાયા, પટટક અને ગોચર્મ, ખારીવાપ, કુલયાવાપ, દ્રોણવાપ, અધાવાપ,નલિકાવાપ નો સમાવેશ થાય છે. એક અન્ય માપ હળ તરીકે પ્રચલિત હતું. જે પ્રમાણે એક હળ દ્વારા એક વર્ષમાં જેટલો વિસ્તાર ખેડી શકાય તે(5 એકર).

    ઉદ્યોગો, વેપાર-ધંધાઓ :- હ્યુ-એન-ત્સાગ “કૌશ્યા” નામના પ્રખ્યાત કાપડની વાત કરે છે. ક્ષુમાં શણ માટે વપરાતો શબ્દ હતો. બંગાળ અને ગુજરાત આ સમયના કાપડ ઉદ્યોગના સૌથી મોટા કેન્દ્ર અને આતરરાષ્ટ્રીય કક્ષાના કેન્દ્રો હતા. બંગાળમાં રેશમ અને મુસલીન મળતું. આ સમયમાં વિદેશ વેપારનો વિકાસ થયો હતો. જ્યારે રાજ્યની ટંકશાળા બંધ હોય, ત્યારે કોડીઓને ચાંદીના સિક્કા સાથે સાકળવામાં આવતી. કાશ્મીરમાં ક્યારેક અધિકારીઓએ પેડી (એક પ્રકારના ચોખા) માં વેતન આપતું. વ્યાજનો દર પ્રતિમાસ વિભિન્ન જાતિ પ્રમાણે 2%, 3%, 4%, 5% અલગ અલગ હતો. વસિષ્ટના મતાનુસાર લોકોએ સલામતીના સમયે 1|6% અને અસલામતી સમયે 2% વ્યાજ આપવું જોઈએ. જંગલમથી જતાં માલ પર 10% અને સમુદ્રમાથી જતાં માલ પર 20% વ્યાજનો દર હતો.

    આ સમયે શ્રેણીઓ-ટ્રસ્ટોનો વ્યાપક વિકાસ થયો. કાયસ્થ અધિકારીઓએ કર ઉઘરાવવા માટે જવાબદાર હતા. લોકોને તેમના શોષણ સામે પૂરતું રક્ષણ ન હતું તેવા પૂરાવા પ્રાપ્ત થયા છે. સામાન્ય રીતે આ સમયે લોકોનો જીવન પરત્વેનો અભિગમ એ કર્મ અને નસીબની અસરો હેઠળ જોવા મળે છે.

     ભાષા અને સાહિત્ય :- ઈ.સ. 300 થી ઈ.સ. 985 વચ્ચેના સમયમાં ભાષાકીય દ્રષ્ટિએ ખૂબ મોટા ફેરફારો થયેલ જણાય છે. જે ઇન્ડો-આર્યન ભાષાના વિકાસન0ઑ બીજો તબક્કો ગણાવી શકાય. ભારતમાં આ સમયે વિભિન્ન નવી ભાષાઓ ઉત્પન થતી જોવા મળે છે. ઈ.સ. 300 થી ઈ.સ. 600 સુધીનો સમયસંસ્કૃત ભાષા સાહિત્યનો સવર્ણયુગ ગણાવી શકાય. વલ્લભીના સ્કંધસ્વામીએ વેદો પર સૌ પ્રથમ વિવેચનાત્મક ગ્રંથ લખ્યા. હરિસ્વામીએ શતપણબ્રાહ્મણ પર વિવેચન લખ્યું. પુલકેશી બીજાના પુત્ર ચંદ્રદિત્યની રાણી વિજયા કે વિજિકા આ સમયની ખૂબ જ પ્રખ્યાત લેખિકા હતી. અને તે પોતાની જાતને “કાળી સરસ્વતી” તરીકે ઓળખાવાતી. પ્રખ્યાત સાહિત્યકાર રાજશેખર કર્ણાટકના વાતની હતા. બુદ્ધિષ્ટ સાહિત્યકાર આર્યસૂરની જાતકમાળાઓ પરામિત વાર્તાઓ ગદ્ય અને પદ્યમાં જોવા મળે છે જેણે “ચંપૂ” નામના વિશિષ્ટ સાહિત્ય સ્વરૂપને સર્જવામાં ખૂબ મહત્વનો ફાળો છે.

     ગુપ્તકાલીન સિક્કાશાત્ર (કોઈનેજ-ન્યુમીનીસ્ટિક્સ) :- ગુપ્ત શાસકોના સોનાના સિક્કા શરૂઆતમાં કુષાણોના સિક્કા જેવા હતા. સ્કંધગુપ્તે ભારે વજનના સિક્કા પ્રચલિત કર્યા હતા. ગુપ્ત શાસકોના સોનાના સિક્કા “દીનાર” કે “સુવર્ણ તરીકે ઓળખાતા. “ક્રિતાતા પર્યુષ“ એક બિરુદ હતું જે સમુદ્રગુપ્તે ધારણ કર્યું હતું. તે તેના સિક્કા પર જોવા મળે છે. સમુદ્રગુપ્તે માત્ર સોનાના સિક્કા પ્રચલિત કર્યા હતા. ચંદ્રગુપ્ત બીજાના “લક્ષ્મી” અને “સિંહમર્દન” સિક્કા જોવા મળે છે. તેણે પ્રચલિત કરેલા “ઘોડાવાળા સિક્કા” મૂળત: સમુદ્રગુપ્તના “વીણાવાળા” સિક્કાના નમૂના પર આધારિત હતા. ગુપ્ત શાસકોની ધાતુકળા ક્ષત્રપોની ધાતુકળા સાથે સામ્ય ધરાવે છે. ચંદ્રગુપ્ત બીજાએ સીસાના(શીશા) સિક્કા પ્રચલિત કર્યા હતા. કુમારગુપ્તે લશ્કર અને રમતગમત સાથે સંકળાયેલા સિક્કા પ્રચલિત કર્યા હતા, જેમાં હાથી પર બેઠેલા, સિંહને મારતા, ગેંડાને મારતા સિક્કા જોવા મળે છે. તેના અપ્રતિઘા નામના સિક્કાના પ્રયોજનનું રહસ્ય ઉકેલાયું નથી. કુમારગુપ્તે માધવાદેશા પ્રકારના ચાંદીના સિક્કા પ્રચલી કર્યા હતા. આ સમયનો ત્રિશુળ ચિન્હ ધરાવતો એક જ સિક્કો મળે છે જે કુમારગુપ્તના સમયનો છે. ગુપ્ત શાસકો ઉચ્ચ પ્રકારના સિક્કાની બનાવટ માટે ઉત્તમશાહી(ડાઈ) વાપરતા. કુમારગુપ્ત(પ્રથમ)ના અપ્રતિઘા સિક્કામાં પોતાને બૌદ્ધ સાધુ દર્શાવાયો છે અને તેણે તેની સરખામણી ભગવાન બુદ્ધ સાથે કરેલી છે. ગુપ્ત સિક્કામાં ગંગાનદી પર દર્શાવાયેલ છે પરંતુ યમુના નદી જોવા મળતી નથી. ગુપ્ત શાસકોના કેટલાક સિક્કામાં બીજ નો ચંદ્ર પણ જોવા મળે છે.

     હૂણોના સિક્કા :- હૂણોએ કોઈ મૂળભૂત સિક્કા પ્રચલિત કર્યા ન હતા. જે સિક્કા મળી આવે તેમાં તોરમાણ સાથે સંકળાયેલ રાજાનું શીર્ષ, ધર્મી( લીજેન્ડ) તોરમાણ, શાહી જબુવાલા, અગ્નિવેદીવાળા સિક્કાનો સમાવેશ થાય છે. તો તેનો પુત્ર મિહિરકુળ સાથે સંકળાયેલ ઘોડે સવારી કરતાં, પોતે ઊભા હોય તેવા શીર્ષવાળા સિક્કાનો સમાવેશ થાય છે.                                                         

                                                                                                     .      


Latest vacancies

Our Materials

    Current affairs

    Latest Papers